પ્રસિદ્ધ ફિલ્મમેકર બુદ્ધદેબ દાસગુપ્તાનું કાર્ડિઍક અરેસ્ટને કારણે થયું નિધન

11 June, 2021 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિડનીની બીમારીથી પીડિત બુદ્ધદેબ ૭૭ વર્ષના હતા

બુદ્ધદેબ દાસગુપ્તા

પ્રસિદ્ધ ફિલ્મમેકર અને નૅશનલ અવૉર્ડ વિજેતા બુદ્ધદેબ દાસગુપ્તાનું તેમના ઘરે કાર્ડિઍક અરેસ્ટને કારણે અવસાન થયું છે. કિડનીની બીમારીથી પીડિત બુદ્ધદેબ ૭૭ વર્ષના હતા. તેમના પરિવારમાં વાઇફ અને બે દીકરીઓ છે. બુદ્ધદેબ દાસગુપ્તાનો જન્મ ૧૯૪૪માં પુરુલિયામાં થયો હતો. તેમણે ૧૯૭૮માં પહેલી ફિલ્મ ‘દૂરત્વ’ બનાવી હતી. તેમણે હિન્દી ફિલ્મો ‘અંધી ગલી’ અને ‘અનવર કા અજબ કિસ્સા’ બનાવી હતી. પોતાની ફિલ્મી કરીઅર દરમ્યાન તેમને ૧૨ નૅશનલ અવૉર્ડ્સ મળ્યા હતા. તેમના નિધન પર અનેક લોકોએ સોશ્યલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો છે.

બુદ્ધદેબ દાસગુપ્તાના નિધનથી વ્યથિત છું. તેમના કામથી સમાજના દરેક વર્ગના લોકો વચ્ચે તાલમેલ ગોઠવ્યો છે. તેઓ એક પ્રખ્યાત વિચારક અને કવિ પણ હતા. દુઃખની આ ઘડીમાં તેમનાં કુટુંબ અને પ્રશંસકો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. શાંતિ. - નરેન્દ્ર મોદી, વડા પ્રધાન

પ્રખ્યાત ફિલ્મમેકર બુદ્ધદેબ દાસગુપ્તાના અવસાનથી આઘાત લાગ્યો છે. તેમણે પોતાના કામ દ્વારા સિનેમાની ભાષાને અનોખી બનાવી દીધી છે. તેમનું અવસાન ફિલ્મ સમુદાય માટે મોટું નુકસાન છે. તેમના પરિવાર, સહયોગીઓ અને પ્રશંસકો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. - મમતા બૅનરજી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન

entertainment news bollywood bollywood news narendra modi mamata banerjee