ગૌરી ખાને પ્રૉપર્ટી વેચીને અઢી વર્ષમાં મેળવ્યો ૩ કરોડનો નફો

03 April, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૌરી ખાને દાદર-વેસ્ટમાં આવેલી લક્ઝરી રેસિડેન્શિયલ પ્રૉપર્ટી ૧૧.૬૧ કરોડ રૂપિયામાં વેચી હોવાના રિપોર્ટ. ગૌરીએ ઑગસ્ટ ૨૦૨૨માં ૮.૫ કરોડ રૂપિયામાં આ પ્રૉપર્ટી ખરીદી હતી અને એની કિંમતમાં આટલા સમયમાં ૩૭ ટકાનો વધારો થયો હતો.

ગૌરી ખાન

શાહરુખ ખાનની પત્ની અને ઇન્ટીરિયર ડિઝાઇનર ગૌરી ખાને દાદર-વેસ્ટમાં આવેલી લક્ઝરી રેસિડેન્શિયલ પ્રૉપર્ટી ૧૧.૬૧ કરોડ રૂપિયામાં વેચી હોવાના રિપોર્ટ છે. આ પ્રૉપર્ટીના વેચાણનું રજિસ્ટ્રેશન માર્ચ ૨૦૨૫માં થયું છે. ગૌરીની આ પ્રૉપર્ટી કોહિનૂર ઍલ્ટિસિમો બિલ્ડિંગમાં હતી. આ પ્રોજેક્ટમાં 2.5BHK, 3BHK અને 3.5BHKના ફ્લૅટ્સ છે.

ગૌરીએ ઑગસ્ટ ૨૦૨૨માં ૮.૫ કરોડ રૂપિયામાં આ પ્રૉપર્ટી ખરીદી હતી અને એની કિંમતમાં આટલા સમયમાં ૩૭ ટકાનો વધારો થયો હતો. 

gauri khan Shah Rukh Khan dadar bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news