દિલ્હીમાં ‘નાટુ નાટુ’ પર ઝૂમી ઉઠી જર્મન એમ્બેસી

20 March, 2023 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જર્મન એમ્બેસી અને ઇન્ડિયન ટીમે સાથે મળીને દિલ્હીમાં લોકોની વચ્ચે ડાન્સ કર્યો હતો

વિડિયો જર્મન એમ્બેસીએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે.

‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીતને મળેલા ઑસ્કર અવૉર્ડને સેલિબ્રેટ કરવા માટે જર્મન એમ્બેસી અને ઇન્ડિયન ટીમે સાથે મળીને દિલ્હીમાં લોકોની વચ્ચે ડાન્સ કર્યો હતો. આવી રીતે તેમણે ભારતને મળેલી ઐતિહાસિક જીત માણી હતી. એનો એક વિડિયો જર્મન એમ્બેસીએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. એ વિડિયોમાં જર્મન ઍમ્બૅસૅડર ફિલિપ એકરમૅન પણ જોવા મળે છે. એ વિડિયોને ટ્વિટર પર શૅર કરીને ફિલિપે ટ્વીટ કર્યું કે ‘શું જર્મન્સ ડાન્સ ન કરી શકે? મેં અને મારી ઇન્ડો-જર્મન ટીમે ‘નાટુ નાટુ’ની જીત જૂની દિલ્હીમાં સેલિબ્રેટ કરી હતી. અમારો ડાન્સ એટલો પર્ફેક્ટ નહોતો, પરંતુ અમને ખૂબ મજા પડી. અમને પ્રેરણા આપવા બદલ આભાર. રામચરણ અને ‘RRR’ની ટીમને અભિનંદન. હવે અમારી એમ્બેસી ચૅલેન્જ સ્વીકારવા માટે તૈયાર છે. હવે નેક્સ્ટ કોણ છે?’

entertainment news bollywood news bollywood gossips bollywood RRR oscars oscar award