૨૪ એપ્રિલે આવી રહી છે ગિની વેડ્સ સની 2

14 February, 2026 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અવિનાશ તિવારી અને મેઘા શંકરની જોડી ટૂંક સમયમાં ફિલ્મ ‘ગિની વેડ્સ સની 2’માં સાથે જોવા મળશે. ફિલ્મની રિલીઝ-ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

૨૪ એપ્રિલે આવી રહી છે ગિની વેડ્સ સની 2

અવિનાશ તિવારી અને મેઘા શંકરની જોડી ટૂંક સમયમાં ફિલ્મ ‘ગિની વેડ્સ સની 2’માં સાથે જોવા મળશે. ફિલ્મની રિલીઝ-ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ ૨૪ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘ગિની વેડ્સ સની 2’ નેટફ્લિક્સ પર આવી ચૂકેલી યામી ગૌતમ અને વિક્રાન્ત મેસીની ફિલ્મ ‘ગિની વેડ્સ સની’ની સીક્વલ છે. આ સીક્વલને હવે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે અને એમાં કૉમેડી તથા ડ્રામાનું કૉમ્બિનેશન જોવા મળશે. ‘ગિની વેડ્સ સની 2’નું પોસ્ટર શૅર કરતાં મેકર્સે લખ્યું છે કે ‘ગિન્ની અને સની પાછાં આવી ગયાં છે! સંબંધ તો ફિક્સ છે, પણ આ વખત થોડો ટ્વિસ્ટ છે!’

upcoming movie latest trailers latest films bollywood buzz bollywood news bollywood entertainment news