14 September, 2025 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંકિતા લોખંડેનો પતિ વિકી જૈન હાલમાં એક ઍક્સિડન્ટનો ભોગ બન્યો
અંકિતા લોખંડેનો પતિ વિકી જૈન હાલમાં એક ઍક્સિડન્ટનો ભોગ બનવાને કારણે અંધેરીની કોકિલાબેન હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. આ કપલના મિત્ર ફિલ્મમેકર સંદીપ સિંહે સોશ્યલ મીડિયા પર માહિતી આપી છે કે અકસ્માતે વિકીના જમણા હાથમાં કાચના અનેક ટુકડા ઘૂસી ગયા હતા જેને લીધે તેને ૪૫ ટાંકા આવ્યા છે. સંદીપે તસવીરો પણ પોસ્ટ કરી છે જેમાં તેનો જમણો હાથ કોણીથી કાંડા સુધી સંપૂર્ણપણે બૅન્ડેજથી ઢંકાયેલો છે. આ તસવીરોમાં વિકીની પત્ની અંકિતા તેની કાળજી લઈ રહી છે.