✕

ગોવિંદા-રાની સ્વર્ણકારની રૂપાનો ફર્સ્ટ લુક લૉન્ચ

03 October, 2026 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવિંદા અને રાની સ્વર્ણકાર આગામી ફિલ્મ ‘રૂપા’માં સાથે જોવા મળશે. ફિલ્મ ઉપરાંત બન્ને પોતાની અંગત જિંદગીને લઈને પણ સતત ચર્ચામાં છે. બન્નેનું નામ એકબીજા સાથે જોડવામાં આવી રહ્યું છે અને તેમના ડેટિંગની અફવાઓ પણ ચાલી રહી છે.

ગોવિંદા-રાની સ્વર્ણકારની રૂપાનો ફર્સ્ટ લુક લૉન્ચ

ગોવિંદા અને રાની સ્વર્ણકાર આગામી ફિલ્મ ‘રૂપા’માં સાથે જોવા મળશે. ફિલ્મ ઉપરાંત બન્ને પોતાની અંગત જિંદગીને લઈને પણ સતત ચર્ચામાં છે. બન્નેનું નામ એકબીજા સાથે જોડવામાં આવી રહ્યું છે અને તેમના ડેટિંગની અફવાઓ પણ ચાલી રહી છે. આ દરમ્યાન તેમની આગામી ફિલ્મ ‘રૂપા’નું પોસ્ટર સામે આવ્યું છે જેમાં બન્ને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યાં છે.
રાની સ્વર્ણકારે સોશ્યલ મીડિયામાં ફિલ્મની ઝલક શૅર કરી છે જેમાં ગોવિંદા અને રાની એકબીજાની બાંહોંમાં ખોવાયેલાં જોવા મળી રહ્યાં છે. પોસ્ટ સાથે રાનીએ ‘રૂપા’ લખ્યું છે. આ ફિલ્મની વાર્તા ગોવિંદાએ લખી છે અને ડિરેક્શનની જવાબદારી પણ તેણે જ સંભાળી છે.

govinda bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news