15 July, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદાએ મોટા પડદા પર પોતાના કમબૅકની સત્તાવાર જાહેરાત કરી છે.
ગોવિંદાએ મોટા પડદા પર પોતાના કમબૅકની સત્તાવાર જાહેરાત કરી છે. એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન તેણે પોતાની આગામી ફિલ્મો ‘રૂપા’ અને ‘દુનિયાદારી’ વિશે માહિતી આપી હતી. તેણે એ પણ જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં તે નવોદિત ઍક્ટ્રેસ રાની સ્વર્ણકાર સાથે કામ કરશે. ગોવિંદા આ ફિલ્મમાં લીડ રોલ કરવાની સાથે-સાથે એને પ્રોડ્યુસ પણ કરશે.
આ પ્રેસ-કૉન્ફરન્સમાં ગોવિંદાએ પોતાની કારકિર્દીના ઉતાર-ચડાવ વિશે વાત કરતાં કહ્યું, ‘કદાચ મારા નસીબમાં જ એવું લખાયું હતું કે ઘણી વખત મારી અવગણના થઈ. લોકો કહેતા હતા કે હવે હું ફિલ્મોમાં જોવા નહીં મળું પણ હું ફરીથી નવી શરૂઆત કરી રહ્યો છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે મેં જે કલ્પના કરી છે અને જેની લોકો કલ્પના પણ ન કરી શકે એવી રીતે આ ફિલ્મ પોતાનો જાદુ બતાવે. આ ફિલ્મ ખાસ કરીને યુવાનો માટે છે. જ્યારે તેઓ એને થિયેટરમાં જોશે ત્યારે તેમનું એક સપનું સાકાર થશે. આ શક્ય છે. હું એમાં આધ્યાત્મિકતાની વાત નહીં કરું.’
ગોવિંદાનું રાની કનેક્શન
૨૦૦૦ના દાયકામાં ગોવિંદા અને રાની મુખરજી વચ્ચેના સંબંધો ચર્ચાનો વિષય બન્યા હતા. બન્નેએ ‘હદ કર દી આપને’ અને ‘પ્યાર દીવાના હોતા હૈ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મો દરમ્યાન બન્ને વચ્ચે રિલેશનશિપ હોવાની ચર્ચા હતી, પણ બન્નેમાંથી કોઈએ ક્યારેય એનો સત્તાવાર રીતે સ્વીકાર નથી કર્યો. ગોવિંદા અને રાની મુખરજી સાથે જ રહેતાં હોવાની ચર્ચા હતી અને આના કારણે ગોવિંદાના પત્ની સુનીતા આહુજા સાથેના સંબંધોમાં તિરાડ પડી હોવાની વાતો પણ સામે આવી હતી.
નંબર ૧૪ છે ખાસ
પ્રેસ-કૉન્ફરન્સમાં ગોવિંદાએ જણાવ્યું કે તેના જીવનમાં ૧૪ નંબર હંમેશાં ખાસ રહ્યો છે. આ મામલે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘૧૪ મારો લકી નંબર છે. હું અંકશાસ્ત્રમાં વિશ્વા ગોવિંદાનું રાની કનેક્શન ૨૦૦૦ના દાયકામાં ગોવિંદા અને રાની મુખરજી વચ્ચેના સંબંધો ચર્ચાનો વિષય બન્યા હતા. બન્નેએ ‘હદ કર દી આપને’ અને ‘પ્યાર દીવાના હોતા હૈ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મો દરમ્યાન બન્ને વચ્ચે રિલેશનશિપ હોવાની ચર્ચા હતી, પણ બન્નેમાંથી કોઈએ ક્યારેય એનો સત્તાવાર રીતે સ્વીકાર નથી કર્યો. ગોવિંદા અને રાની મુખરજી સાથે જ રહેતાં હોવાની ચર્ચા હતી અને આના કારણે ગોવિંદાના પત્ની સુનીતા આહુજા સાથેના સંબંધોમાં તિરાડ પડી હોવાની વાતો પણ સામે આવી હતી. સ રાખું છું. મારું નામ પણ અંકશાસ્ત્ર પ્રમાણે જ રાખવામાં આવ્યું છે. ખૂબ નાની ઉંમરથી જ મને એમાં વિશ્વાસ હતો. જ્યારે હું ૧૪ વર્ષનો હતો ત્યારે ભગવાનની કૃપા મારા પર થઈ. મેં માત્ર એક જ અઠવાડિયામાં ૧૪ ફિલ્મો સાઇન કરી હતી. ત્યાર બાદ સતત ૧૪ વર્ષ સુધી મેં સુપરસ્ટારડમનો સમય જોયો. આ પછી હું ૧૪મી લોકસભાનો સંસદસભ્ય બન્યો. ત્યાર બાદ ૧૪ વર્ષ સુધી સંઘર્ષ કર્યો. આ પછી હું ફરી ફિલ્મોમાં પાછો આવ્યો. આ પહેલી વાર છે જ્યારે હું પાંચ વર્ષથી વધુ રાહ જોઈ શક્યો નહીં. મેં નક્કી કર્યું કે ફરીથી શરૂઆત કરીશ અને હવે મને આશા છે કે અહીંથી મારી નવી સફરની શરૂઆત થઈ ગઈ છે.’
મારો દીકરો મારા કરતાં પણ વધુ સફળતા મેળવશે એવી આશા
ગોવિંદા લગભગ ૭ વર્ષ બાદ ‘રૂપા’ નામની ફિલ્મથી કમબૅક કરી રહ્યો છે. તે આ ફિલ્મનો પ્રોડ્યુસર પણ છે. આ વાતની જાહેરાત કરવા માટે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ગોવિંદાએ તેના દીકરા યશવર્ધન આહુજાના ડેબ્યુ અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી. દીકરાના ડેબ્યુ વિશે વાત કરતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘યશ અત્યંત પ્રતિભાશાળી છે. ટેક્નિકલ રીતે તે એક અલગ જ સ્તર પર છે. અભિનય હોય, ડાન્સ હોય, ઍક્શન હોય કે પછી તેની સમગ્ર પર્સનાલિટી... દરેક બાબતમાં તેની પાસે ઘણું બધું છે. મને ખરેખર આશા છે કે તે મારા કરતાં પણ વધુ સફળતા મેળવશે. મને મારા દીકરાની કાબેલિયત પર સંપૂર્ણ વિશ્વાસ છે અને યશ પોતાની મહેનત અને પ્રતિભાના આધારે ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવશે.’