ગોવિંદાએ વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારી મંદિરમાં કરી પૂજા-અર્ચના

28 April, 2026 12:28 PM IST  |  Vrindavan | Gujarati Mid-day Correspondent

ગોવિંદા ગઈ કાલે વૃંદાવનના વિખ્યાત ઠાકુર બાંકે બિહારી મંદિર પહોંચ્યો હતો. અહીં મંદિરના સેવાયત પૂજારીઓએ વિધિવત્ મંત્રોચ્ચાર સાથે ગોવિંદા પાસે પૂજા-અર્ચના કરાવી હતી.

ગોવિંદાએ વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારી મંદિરમાં કરી પૂજા-અર્ચના

ગોવિંદા ગઈ કાલે વૃંદાવનના વિખ્યાત ઠાકુર બાંકે બિહારી મંદિર પહોંચ્યો હતો. અહીં મંદિરના સેવાયત પૂજારીઓએ વિધિવત્ મંત્રોચ્ચાર સાથે ગોવિંદા પાસે પૂજા-અર્ચના કરાવી હતી. દર્શન કર્યા બાદ ગોવિંદા અત્યંત ભાવુક થઈ ગયો હતો અને તેણે કહ્યું હતું કે વૃંદાવનની પવિત્ર માટી અને બાંકે બિહારીનાં ચરણોમાં તેને અપરંપાર શાંતિ મળે છે. ગોવિંદાનો વૃંદાવન સાથે ઊંડો આધ્યાત્મિક લગાવ રહ્યો છે અને તે ઘણી વાર સમય કાઢીને અહીં આવે છે. આ દર્શન પછી ગોવિંદાએ કહ્યું હતું કે ‘વૃંદાવન માત્ર એક સ્થળ નથી, સાક્ષાત્ પ્રેમ અને ભક્તિનું સ્વરૂપ છે. અહીં આવ્યા પછી મન સંપૂર્ણ રીતે શાંત થઈ જાય છે અને પ્રભુની ભક્તિમાં લીન થઈ જાય છે.’

govinda hinduism vrindavan bollywood buzz bollywood news bollywood entertainment news