ગોવિંદાએ કરવા ચૌથ નિમિત્તે વાઇફને લક્ઝુરિયસ ગિફ્ટ આપી

26 October, 2021 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાઇફ સુનીતા આહુજાને કાર ગિફ્ટ કરી છે અને એનો ફોટો ગોવિંદાએ શૅર કર્યો છે

ગોવિંદા અને સુનીતા આહુજા

ગોવિંદાએ કરવા ચૌથ નિમિત્તે તેની વાઇફ સુનીતા આહુજાને કાર ગિફ્ટ કરી છે અને એનો ફોટો ગોવિંદાએ શૅર કર્યો છે. સુનીતાએ લાલ સાડી પહેરી છે. ગોવિંદાએ કુર્તા-પાયજામા અને જૅકેટ પહેર્યાં છે. કાર સામે બન્ને ઊભાં છે. ગોવિંદા તેને કારની ચાવી આપી રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગોવિંદાએ કૅપ્શન આપી હતી, ‘મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી લાઇફનો લવ, મારાં બે સુંદર બાળકોની મમ્મી. હૅપી કરવા ચૌથ. આઇ લવ યુ. તારા પ્રત્યે મારો જે પ્રેમ છે એ માપી ન શકાય. પર આજ કે લિએ યે છોટી ગિફ્ટ સે મેઝર કર લેના. વિશ્વની તમામ ખુશીઓને યોગ્ય છે તું. લવ યુ માય સોના.’

entertainment news bollywood bollywood news govinda karva chauth