✕

અલ્લુ અર્જુનની રાકાથી ગોવિંદા કરશે સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી?

27 November, 2026 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મમાં તેનો સ્ક્રીનટાઇમ ઓછો હોવા છતાં વાર્તામાં તેનું પાત્ર ખૂબ મહત્ત્વનું હોવાનું કહેવાય છે.

અલ્લુ અર્જુન અને ગોવિંદા

અલ્લુ અર્જુન પોતાની આગામી ફિલ્મ ‘રાકા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ જોવા મળવાની છે. રિપોર્ટ છે કે હવે આ ફિલ્મમાં ગોવિંદા પણ જોડાઈ શકે છે કારણ કે ‘રાકા’માં એક ભૂમિકા માટે તેના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો આ રિપોર્ટ સાચો સાબિત થાય તો ગોવિંદા ‘રાકા’થી સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી લેશે. ઍટલી આ ફિલ્મનું ડિરેક્શન કરી રહ્યો છે. આ ફિલ્મમાં પહેલી વાર અલ્લુ અર્જુન અને દીપિકાની જોડી જોવા મળશે. જો ગોવિંદા પણ આ ફિલ્મ સાથે જોડાય છે તો બૉલીવુડનો વધુ એક જાણીતો ચહેરો આ પ્રોજેક્ટનો હિસ્સો બનશે.

‘રાકા’માં ગોવિંદાની એન્ટ્રી વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પણ મળતી માહિતી પ્રમાણે વાર્તાની દૃષ્ટિએ ગોવિંદાને નાની પણ મહત્ત્વની ભૂમિકા મળી શકે છે. ફિલ્મમાં તેનો સ્ક્રીનટાઇમ ઓછો હોવા છતાં વાર્તામાં તેનું પાત્ર ખૂબ મહત્ત્વનું હોવાનું કહેવાય છે.

allu arjun govinda deepika padukone bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news