ગોવિંદા ૧૦ અફેર કરશે તો પણ હું તેને ક્યારેય નહીં છોડું

08 July, 2026 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘લૉક અપ’માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લેનાર શિલ્પા શિંદે પર બરાબર બગડી ગોવિંદાની પત્ની સુનીતા આહુજા

ગોવિંદા અને પત્ની સુનીતા આહુજા

રિયલિટી શો ‘લૉક અપ’ની બીજી સીઝનમાં અભિનેત્રી શિલ્પા શિંદેની એન્ટ્રી થઈ છે. ઘરમાં પ્રવેશતાં જ શિલ્પાએ લગભગ તમામ સ્પર્ધકોને ટાર્ગેટ કર્યા. જોકે ગોવિંદાને લઈને તેણે કરેલી એક કમેન્ટને કારણે ગોવિંદાની પત્ની સુનીતા આહુજા ગુસ્સે ભરાઈ ગઈ હતી.

શિલ્પાએ ગોવિંદા વિશે કરેલી કમેન્ટના જવાબમાં સુનીતાએ કહ્યું હતું કે ‘એક વાર મારી જગ્યાએ પોતાને રાખીને જો. જ્યારે તારી સાથે આવું થશે ત્યારે સમજાશે કે મેં શું સહન કર્યું છે. આ મારું જીવન છે અને હું જે કરું એ મારી મરજી છે. તે મારો પતિ છે. તે ૧૦ જગ્યાએ પણ કંઈ કરે તો પણ હું તેને ક્યારેય નહીં છોડું. હું આમરણ તેને પ્રેમ કરીશ.’

શિલ્પાને જવાબ આપ્યા બાદ સુનીતાએ પછી રામ કપૂર સાથે આ મુદ્દે વાત કરી હતી અને કહ્યું હતું કે ‘તે મારો પતિ છે. તે જે કરે તે કરે, તેના વિશે કોઈને કંઈ કહેવાનો અધિકાર નથી. હું તેની પત્ની છું. શિલ્પાને અહીં લોકોને ઉશ્કેરવા માટે મોકલવામાં આવી છે. જો વધારે કરશે તો જવાબ પણ મળશે. મારી ફૅમિલીને વચ્ચે લાવશો નહીં. મારો પતિ ૫૦ અફેર કરે તો પણ તેના બાપનું શું જાય છે?’

shilpa shinde sunita ahuja govinda bollywood buzz bollywood news bollywood entertainment news