ઉસકા બદ્ધિ ભ્રષ્ટ હો ગયા હૈ એમ કહ્યા પછી ગોવિંદા પર ફરી ભડકી પત્ની સુનીતા આહુજા

15 August, 2026 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેટી કી ઉમર કી લડકી કો લે-લે કર ઘૂમ રહા હૈ... શરમ તો આના ચાહિએ થોડા ઇસકો, ગોવિંદાની કહેવાતી ગર્લફ્રેન્ડનો ડ્રેસ જોઈને ટોણો મારતાં કહ્યું કે તારો શુગર ડૅડી આટલો અમીર છે તો કપડાં તો ઢંગનાં પહેર

ઉસકા બદ્ધિ ભ્રષ્ટ હો ગયા હૈ એમ કહ્યા પછી ગોવિંદા પર ફરી ભડકી પત્ની સુનીતા આહુજા

ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાનો ડ્રામા દિવસે-દિવસે વધતો જાય છે. ગોવિંદા અને તેની નવી હિરોઇન રાની સ્વર્ણકાર થોડા દિવસ પહેલાં અૅરપોર્ટ પર સાથે દેખાયાં એના વિશે સુનીતાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ગોવિંદાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. હવે ગોવિંદા અને રાણી સ્વર્ણકાર અૅરપોર્ટ પર ફરી સાથે દેખાયાં એના વિશે સુનીતાની પ્રતિક્રિયા માગવામાં આવી ત્યારે તેણે કહ્યું, ‘ક્યા બોલને કા... બેટી કે ઉંમર કી લડકી કો લે-લે કર ઘૂમ રા હૈ, શરમ તો આના ચાહિએ થોડા ઇસકો.’
અૅરપોર્ટ પર રાની સ્વર્ણકાર પીળા રંગનો જે પ્રકારનો ડ્રેસ પહેર્યો હતો એના વિશે પણ સુનીતાએ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘તુમ્હારા શુગર ડૅડી ઇતના અમીર હૈ, કપડે તો ઢંગ કે પહનો... હમ લોગ કો દેખો ક્યા સ્ટાઇલ મેં ચલતી હૈ.’
ગોવિંદા ઘણી વાર કહેતો હોય છે કે મારી ૫ત્ની નામ કમાવા માટે મારું નામ ખરાબ કરે છે. એના જવાબમાં સુનીતાએ કહ્યું હતું કે ગોવિંદા બોલતા હૈ કિ મૈં નામ કમાને કે લિએ ઉસકા નામ ખરાબ કરતી હૂં... ખુદ દેખના ચાહિએ ખુદ ક્યાં કાંડ કર રહા હૈ.

govinda sunita ahuja bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news