ગોવિંદાએ ન્યુ જર્સીના સ્વામીનારાયણ મંદિરમાં કરી પૂજા-અર્ચના

17 September, 2025 08:50 AM IST  |  New Jersey | Gujarati Mid-day Correspondent

ગોવિંદાની આ મંદિરની મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે

ગોવિંદા સ્વામીનારાયણ મંદિરની બહાર હાથ જોડીને ઊભો છે અને બીજી તસવીરમાં વિધિ-વિધાનથી પૂજા કરી રહ્યો છે

ગોવિંદા અત્યારે પોતાના પર્સનલ કામસર અમેરિકા ગયો હતો. ત્યાં તેણે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને ન્યુ જર્સીમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં પૂજા-અર્ચના કરીને થોડી પળો શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણમાં પસાર કરી હતી. ગોવિંદાની આ મંદિરની મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

આ તસવીરોમાંની એક તસવીરમાં ગોવિંદા સ્વામીનારાયણ મંદિરની બહાર હાથ જોડીને ઊભો છે અને બીજી તસવીરમાં વિધિ-વિધાનથી પૂજા કરી રહ્યો છે.

govinda new jersey swaminarayan sampraday entertainment news bollywood bollywood news