રવિશંકર પ્રસાદે કરી ગ્રાઉન્ડ ઝીરો ફિલ્મની પ્રશંસા, BSF જવાનો માટે યોજાયું પ્રીમિયર

21 April, 2025 01:40 PM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

Ground Zero Screening: 18 એપ્રિલે `ગ્રાઉન્ડ ઝીરો`નો વિશેષ પ્રીમિયર શૉ શ્રીનગરમાં યોજાયો હતો, અને ખાસ વાત એ હતી કે આ ઈવેન્ટ માત્ર બીએસએફના જવાનો માટે રાખવામાં આવી હતી. ગ્રાઉન્ડ ઝીરો` 25 એપ્રિલ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ સ્ક્રિનિંગમાં રવિશંકર પ્રસાદે હાજરી આપી

Ground Zero Screening: ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ `ગ્રાઉન્ડ ઝીરો` છે. આ ફિલ્મ 2000ની આસપાસ બનેલી કાશ્મીરની સાચી ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોની બહાદુરીની વાર્તા કહે છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી BSF કમાન્ડન્ટ નરેન્દ્રનાથ ધર દુબેની ભૂમિકા ભજવે છે અને સાઈ તામહણકર તેમની પત્નીની ભૂમિકા ભજવે છે.

જ્યારે પહેલી વાર ફિલ્મ બતાવાઈ....

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તેને ભારે પ્રશંસા મળી રહી છે. આ ફિલ્મ બીએસએફના છેલ્લા 50 વર્ષમાં કરવામાં આવેલ સૌથી મોટા ઑપરેશન પર આધારિત છે. 18 એપ્રિલે `ગ્રાઉન્ડ ઝીરો`નો વિશેષ પ્રીમિયર શૉ શ્રીનગરમાં યોજાયો હતો, અને ખાસ વાત એ હતી કે આ ઈવેન્ટ માત્ર બીએસએફના જવાનો માટે રાખવામાં આવી હતી.

ફિલ્મ જો્યા બાદ રવિશંકર પ્રસાદની શું પ્રતિક્રિયા હતી?

દેશ માટે જીવનું જોખમ ઉઠાવનાર જવાનોની વાર્તા પર આધારિત આ ફિલ્મ જ્યારે સૌપ્રથમ વખત દેખાડવામાં આવી હતી ત્યારે ગ્રાઉન્ડ ઝીરો ફિલ્મના નિર્માતાઓ માટે તે ખૂબ જ ભાવનાત્મક અને ગર્વની ક્ષણ હતી. આ જ ભાવના સાથે ફિલ્મની ટીમ 19 એપ્રિલે દિલ્હી પહોંચી, જ્યાં બીજા સ્પેશિયલ પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ ઝીરોના સ્ક્રિનિંગ દરમિયાન બીજેપી નેતા અને લોકસભા સાંસદ રવિશંકર પ્રસાદે પણ હાજરી આપી હતી (Ground Zero Screening). તેમણે ફિલ્મ નિર્માતાઓ અને બીએસએફ સૈનિકો સાથે સ્ક્રીનીંગમાં ફિલ્મ જોઈ. ત્યારબાદ, તેમણે ફિલ્મ અને ફિલ્મ નિર્માતાઓની ખૂબ પ્રશંસા કરી. ફિલ્મ જો્યા બાદ રવિશંકર પ્રસાદે કહ્યું, “આ ખૂબ સુંદર ફિલ્મ છે. કાશ્મીરમાં આતંકવાદ સામે બીએસએફ જે શૌર્ય બતાવ્યું છે, તેનું અદભૂત ચિત્રણ કરવામાં આવ્યું છે. તમામ ફિલ્મ નિર્માતાઓને મારી શુભકામનાઓ.”

ફિલ્મમાં (Ground Zero Screening) ઇમરાન હાશ્મી મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. તે બીએસએફ કમાન્ડન્ટ નરેન્દ્રનાથ ધર દુબેની ભૂમિકામાં છે. ફિલ્મના ડિરેક્ટર તેજસ દેવસ્કર છે. રિતેશ સિદ્ધવાણી અને ફરહાન અખ્તર ફિલ્મના નિર્માતા છે. અર્હન બગાટી, કાસિમ જગમગિયા, વિશાલ રામચંદાની, સંદીપ સિધવાણી, અભિષેક કુમાર, નિશિકાંત રૉય,ટેલીસમૈન ફિલ્મ્સ ફિલ્મના સહ-નિર્માતા છે. `ગ્રાઉન્ડ ઝીરો` 25 એપ્રિલ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બૉલિવુડમાં કોઈ બીજાની સફળતાથી ખુશ નથી થતું : ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી હાલમાં તેની ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ને લીધે ચર્ચામાં છે ત્યારે તેણે એક ઇન્ટરવ્યુમાં બૉલિવુડમાં છવાઈ ગયેલી નેગેટિવિટી વિશે વાત કરી છે. ઇમરાને આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘બૉલિવુડમાં સપોર્ટ અને એકતા જેવું કાંઈ જ નથી. અહીં લોકો એકબીજાને નીચે પાડવાનો પ્રયાસ કરે છે અને મેં એનો અનુભવ કરી લીધો છે. અહીં બીજાની સફળતાને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી અને બીજાની સફળતાથી કોઈ ખુશ નથી થતું.’

emraan hashmi ravi shankar prasad bharatiya janata party Lok Sabha srinagar upcoming movie latest trailers bollywood buzz bollywood events bollywood news bollywood entertainment news Border Security Force