12 March, 2025 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હંસલ મહેતા (ફાઈલ તસવીર)
બૉલિવૂડમાં છેલ્લા ઘણાં સમયથી એક મુદ્દો ચાલી રહ્યો છે જેના પર લગભગ ચારેબાજુથી પ્રતિક્રિયા આવી રહી છે. જ્યારથી સાઉથ સિનેમાનો દબદબો વધી રહ્યો છે, ત્યારથી ચાહકો બૉલિવૂડની ફિલ્મને ઓછું મહત્ત્વ આપવા માંડ્યા છે. એવામાં કયાસ લગાડવામાં આવી રહ્યા છે કે હિન્દી સિનેમા ખતમ થઈ રહ્યું છે. ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ અમુક સમય પહેલા એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં તેમણે હિન્દી સિનેમાના અંતનું કારણ ન્યૂ કમર્સને ગણાવ્યા હતા. હવે આ વિવાદમાં હંસલ મહેતા પણ જોડાઈ ગયા છે.
હસંલ મહેતાએ રજૂ કર્યો હિન્દી સિનમાના ખતમ થવા પર પોતાનો મત
હંસલ મહેતાએ વિવેક અગ્નિહોત્રીની વાતને સંપૂર્ણ રીતે ફગાવતા પોતાની રાય રજૂ કરી છે. તેમણે ઈન્ડસ્ટ્રીમાં આવતા નવા એક્ટર્સના વખાણ કર્યા છે કે જે પોતાના કામથી પોતાની ઓળખ બનાવવાની કાબેલિયત રાખે છે. ડિરેક્ટરે પોતાના એક્સ (પહેલા ટ્વિટર) અકાઉન્ટ પર એક લાંબી પોસ્ટમાં લખ્યું, હિન્દી સિનેમાને રીસેટ કરવાની જરૂર છે. તે લોકો જે એવું માનીને ચાલે છે કે બૉલિવૂડ ખતમ થઈ ગયું છે, થોભી જાઓ. ઇન્ડસ્ટ્રી મરી નથી રહી. તે નિષ્ફળ થવાની રાહ જોઈ રહી છે. તકલીફ એ નથી કે ઑડિયન્સ પોતાનો રસ નથી બતાવી રહી પણ તે ઈન્વેસ્ટમેન્ટ છે જેને એક સુરક્ષિત, રીસાઇકલ્ડ ઢાંચામાં નાખવામાં આવી રહી છે.
દિગ્દર્શકે વધુમાં કહ્યું કે હિન્દી સિનેમાનું ભવિષ્ય પ્રતિભાશાળી કલાકારો અને દિગ્દર્શકોના હાથમાં છે. જે દર્શકોને આશ્ચર્યચકિત કરી શકે છે. `હિન્દી સિનેમાનું ભવિષ્ય નવું ટેલેન્ટ, બોલ્ડ વાર્તા કહેવાની શૈલી અને દિગ્દર્શકો પર આધાર રાખે છે જે સ્ક્રિપ્ટ પસંદ કરી શકે છે અને દરેકને આશ્ચર્યચકિત કરવાના હેતુથી ફિલ્મ બનાવી શકે છે.` છેલ્લા કેટલાક વર્ષોમાં એ સાબિત થયું છે કે દર્શકોને સિનેમાઘરોમાં સ્ટાર્સ નહીં, પરંતુ ફિલ્મ નિર્માતાનો વિશ્વાસ સિનેમાઘરોમાં લાવી રહ્યો છે. અભિનેતાઓ, ફિલ્મ નિર્માતાઓ અને લેખકોની નવી પેઢી ગેમ ચેન્જ કરવા માટે તૈયાર છે.
હંસલ મહેતાએ પેઇડ પબ્લિસિટી કરનારાઓ પર નિશાન સાધ્યું
હંસલ મહેતા વધુમાં કહે છે કે નિર્માતાઓએ ફિલ્મ નિર્માતાઓના વિઝન પર વિશ્વાસ કરીને જુગાર રમવો પડશે. તેમણે નવી વાર્તાઓને ટેકો આપવો પડશે તો જ હિન્દી સિનેમામાં પરિવર્તન આવશે. `પરંતુ આ બધું ત્યારે જ બનશે જ્યારે નિર્માતાઓ પાસે દ્રષ્ટિ હશે, એવા પ્લેટફોર્મ હશે જે સંખ્યાઓને બદલે વાર્તાઓમાં વિશ્વાસ રાખે, અને દિગ્દર્શકો જે જૂની વાર્તાઓને બદલે નવી વાર્તાઓની માગ કરે.` ફિલ્મમોને સારી બનાવવા બજેટ માટે શિસ્ત, ઉત્તમ પ્રદર્શન વ્યૂહરચના અને કાળજીપૂર્વક આયોજન અને વિચારપૂર્વક તૈયાર કરાયેલ માર્કેટિંગની જરૂર છે.
દિગ્દર્શકે તેમની પોસ્ટમાં કેટલાક પ્રતિભાશાળી પુરુષ કલાકારોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે જેમણે તેમના અભિનયથી તેમને પ્રભાવિત કર્યા છે. આ સાથે, તેમણે એમ પણ કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં તેઓ મહિલા અભિનેત્રીઓના નામોની એક અલગ યાદી શૅર કરશે. હંસલ મહેતાએ પોતાની પોસ્ટમાં આદર્શ ગૌરવ, વેદાંગ રૈના, ઈશાન ખટ્ટર, જહાં કપૂર, આદિત્ય રાવલ, સ્પર્શ શ્રીવાસ્તવ, અભય વર્મા, લક્ષ્ય અને રાઘવ જુયાલ જેવા કલાકારોના નામ લખ્યા. પોતાના નામની સાથે, તેમણે તેમના કામ અને સ્ક્રીન પ્રેઝન્સનાં પણ વખાણ કર્યા.
હંસલ કહે છે કે સ્ટાર્સ પર નહીં, અભિનેતાઓ પર ખર્ચ કરો
અંતમાં, હંસલ મહેતાએ ઉદ્યોગમાં શું ખૂટે છે તેનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું, `શું ખૂટે છે?` રાહ જુઓ, રોકાણ કરો અને વિશ્વાસ રાખો.
૧. પ્રૉડ્યુસર્સે આગળ વિચારવું જોઈએ. વીકએન્ડ બોક્સ ઓફિસના આંકડાઓનો પીછો કરવાનું બંધ કરો અને નવી પ્રતિભા બનાવવાનું શરૂ કરો જેથી દર્શકો આટલા વર્ષો પછી ફરી એકવાર થિયેટરોમાં આવી શકે.
2. પ્લેટફોર્મ્સ તમારી પાસે ડેટા છે. હવે પ્રતિભામાં પણ થોડો વિશ્વાસ બતાવો. દર્શકોને નહીં, પણ કલાકારોને ટેકો આપવાનું શરૂ કરો.
૩. દિગ્દર્શકો કલાકારોને ભૂમિકા માટે પસંદ કરે છે, કૌશલ્ય કે ઊંડાણ માટે નહીં. માત્ર ઓળખાણ માટે નહીં. પ્રેક્ષકો કંઈક નવું જોવા અને જીવંત બને તેવા પ્રદર્શન જોવા માટે ભૂખ્યા છે.
હિન્દી સિનેમાને સંરક્ષણની જરૂર નથી, પરંતુ તેને પોતાની જરૂરિયાતો બદલવાની જરૂર છે. જેનું ફોર્મ્યુલા સરળ છે કે તમારે સ્ટાર્સ પર નહીં પણ અભિનેતાઓ પર ખર્ચ કરવો જોઈએ. ડર્યા વગર લખો અને ખાતરીપૂર્વક સીધું લખો.
હંસલ મહેતા પહેલા દિગ્દર્શક અનુરાગ કશ્યપે પણ બૉલિવૂડની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ 500-600 કરોડ રૂપિયાની ફિલ્મ બનાવવા માગે છે. જેના કારણે કોઈ વાર્તા કે સામગ્રી પર ધ્યાન આપતું નથી. આ કારણોસર, તે મુંબઈ છોડીને દક્ષિણ ગયો કારણ કે તેને ત્યાં સામગ્રી આધારિત કામ કરવાનું સરળ લાગે છે.