હંસિકાના પ્રી-વેડિંગની શાનદાર શરૂઆત

24 November, 2022 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના થનારા લાઇફ-પાર્ટનરે પૅરિસના આઇફલ ટાવર પાસે તેને પ્રપોઝ કર્યું હતું

હંસિકા મોટવાણી અને સોહેલ ખતુરિયા

હંસિકા મોટવાણીએ પ્રી-વેડિંગની શરૂઆત કરી દીધી છે. તે ઑન્ટ્રપ્રનર સોહેલ ખતુરિયા સાથે લગ્ન કરવાની છે. તે ‘અવન્ત’ નામની ગાર્મેન્ટ બ્રૅન્ડનો માલિક છે. પોતાના થનારા લાઇફ-પાર્ટનરે પૅરિસના આઇફલ ટાવર પાસે તેને પ્રપોઝ કર્યું હતું, એનો ફોટો હંસિકાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાનાં છે. હવે લગ્નનાં સેલિબ્રેશન શરૂ થઈ ગયાં છે અને એનો ફોટો હંસિકાએ શૅર કર્યો છે. હંસિકાએ રેડ સાડી પહેરી છે અને સોહેલે પણ રેડ આઉટફિટ પહેર્યાં છે. બન્નેના ચહેરા ખુશખુશાલ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હંસિકાએ કૅપ્શન આપી હતી, ‘સેલિબ્રેશનની શરૂઆત થઈ ગઈ છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood hansika motwani