✕

હનુ-મૅન 2 બનશે પણ હીરો બદલાઈ જશે

23 November, 2026 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં ૩૫૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. 

તેજા સજ્જાને લીડ રોલમાં ચમકાવતી ‘હનુ-મૅન’ બે વર્ષ પહેલાં તેલુગુ સિનેમામાં સરપ્રાઇઝ હિટ સાબિત થઈ હતી

તેજા સજ્જાને લીડ રોલમાં ચમકાવતી ‘હનુ-મૅન’ બે વર્ષ પહેલાં તેલુગુ સિનેમામાં સરપ્રાઇઝ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મના હિન્દી વર્ઝનને પણ લોકોએ પસંદ કર્યુ હતું. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં ૩૫૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. 

મૂળ ફિલ્મે તેજા સજ્જાને તેલુગુ સિનેમાનો લોકપ્રિય ચહેરો બનાવ્યો હતો, પણ હવે એની સીક્વલમાં અન્ય એક અભિનેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બ્લૉકબસ્ટર ફિલ્મ ‘હનુ-મૅન’ના નિર્માતાઓએ સત્તાવાર રીતે એની સીક્વલની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ ‘હનુ-મૅન 2 : ધ રાઇઝ ઑફ વાનરાઝ’ રાખવામાં આવ્યું છે અને એમાં પાંજા વૈષ્ણવ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દર્શકોને મોટા પાયે રચાયેલાં પાત્રો અને સાહસથી ભરપૂર એક નવી ફૅન્ટસી દુનિયામાં લઈ જશે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તામિલ, મલયાલમ અને કન્નડા એમ પાંચ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે જેથી દેશભરના દર્શકો સુધી પહોંચી શકાય.

bollywood buzz bollywood news bollywood entertainment news indian cinema