08 September, 2026 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હનુમાન અંશ- નીમ કરોલી બાબાના જીવન પરથી બનેલી ફિલ્મ
નીમ કરોલી બાબાના જીવન પરથી બનેલી ફિલ્મનો પાંચમા વીક-એન્ડમાં હિસ્ટૉરિક પર્ફોર્મન્સ, આજ સુધી કોઈ ફિલ્મે નથી કર્યો એટલો ૪૫.૬૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો પાંચમા સપ્તાહના શુક્ર-શનિ-રવિમાં; ‘ધુરંધર’નો ૩૫.૮૦ કરોડ રૂપિયાનો રેકૉર્ડ તોડ્યો : માત્ર બે કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મે ૩૧મા દિવસે ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં પ્રવેશ કર્યો
પાંચમા વીક-અેન્ડની ટૉપ ફિલ્મો
હનુમાન અંશ ૪૫.૬૦ કરોડ રૂપિયા
ધુરંધર ૩૫.૮૦ કરોડ રૂપિયા
છાવા ૨૨ કરોડ રૂપિયા
સ્ત્રી 2 ૧૬ કરોડ રૂપિયા
પુષ્પા 2 (હિન્દી) ૧૪ કરોડ રૂપિયા
ધુરંધર 2 ૧૨.૭૫ કરોડ રૂપિયા
બૉક્સ-આૅફિસ પર હનુમાન અંશ
પહેલું અઠવાડિયું ૯૦ લાખ રૂપિયા
બીજું અઠવાડિયું ૪૬ લાખ રૂપિયા
ત્રીજું અઠવાડિયું ૧૦ કરોડ રૂપિયા
ચોથું અઠવાડિયું ૫૮.૫૦ કરોડ રૂપિયા
પાંચમો વીક-અેન્ડ ૪૫.૬૦ કરોડ રૂપિયા
કુલ કલેક્શન ૧૧૫.૪૬ કરોડ રૂપિયા
નીમ કરોલી બાબાના જીવન પરથી બનેલી ‘હનુમાન અંશ’ ફિલ્મે બરાબર એક મહિના પછી ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે પાંચમા વીક-એન્ડની કમાણીમાં અગાઉની તમામ બ્લૉકબસ્ટર હિન્દી ફિલ્મોના રેકૉર્ડ તોડી નાખ્યા છે.
૭ ઑગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે ૭ સપ્ટેમ્બરે પૂરા થયેલા પાંચમા સપ્તાહના વીક-એન્ડના ૩ દિવસમાં કુલ ૪૫.૬૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને ‘ધુરંધર’ને પછાડી દીધી છે. ‘ધુરંધર’નો પાંચમા વીક-એન્ડનો બિઝનેસ ૩૫.૮૦ કરોડ રૂપિયા હતો. ‘હનુમાન અંશ’ ફિલ્મે શુક્રવારે ૯.૩૦ કરોડ, શનિવારે ૧૫.૩૦ કરોડ અને રવિવારે ૨૧ કરોડનો બિઝનેસ કર્યો હતો.
ફિલ્મી બિઝનેસના નિષ્ણાત તરણ આદર્શે સોશ્યલ મીડિયા પર આપેલા આંકડા અનુસાર ‘હનુમાન અંશ’ ફિલ્મે ૭ ઑગસ્ટે માત્ર ૯ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ૭ સપ્ટેમ્બરે ૩૧મા દિવસે ૨૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને એ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. રવિવાર સુધીમાં આ ફિલ્મે કુલ ૧૧૫.૪૬ કરોડ રૂપિયાનું ભારતીય બૉક્સ-ઑફિસ પર નેટ કલેક્શન કરી લીધું છે.