09 November, 2026 07:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હનુમાન અંશ
બાબા નીમ કરોલીના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ને દુનિયાભરના દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો. થિયેટરમાં આ ફિલ્મે પોતાના બજેટ કરતાં અનેકગણી વધુ કમાણી કરી હતી. હવે આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પ્લૅટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. ફિલ્મના નિર્માતાઓએ સોશ્યલ મીડિયા દ્વારા ચાહકો સાથે આ ખુશખબર શૅર કરી છે. નિર્માતાઓએ આ પોસ્ટમાં જણાવ્યું હતું કે ૭ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ ૨૭ નવેમ્બરથી સોની લિવ ઍપ પર સ્ટ્રીમ થશે. સામાન્ય રીતે OTT રિલીઝના નિયમો પ્રમાણે ફિલ્મ સપ્ટેમ્બર સુધીમાં OTT પર આવી જવી જોઈતી હતી, પણ થિયેટરોમાં ફિલ્મની કમાણી ચાલુ હોવાના કારણે નિર્માતાઓએ ફિલ્મનું OTT પ્રીમિયર કર્યું નહોતું. હવે લાંબી રાહ બાદ દર્શકો આ ફિલ્મ ઘરે બેઠાં જોઈ શકશે.