04 September, 2026 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હનુમાન અંશ
ભારતીય બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવ્યા બાદ નીમ કરૌલી બાબાના જીવન અને આધ્યાત્મિક વારસા પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ હવે દુનિયાભરના દર્શકો સુધી પહોંચવા માટે તૈયાર છે. ભારતમાં સારી એવી સફળતા મેળવ્યા બાદ આ ફિલ્મને ૧૧ સપ્ટેમ્બરે ઇન્ટરનૅશનલ માર્કેટમાં રિલીઝ કરવામાં આવશે.
‘હનુમાન અંશ’ને ભારતમાં મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ હવે ફિલ્મને વિદેશમાં પણ દર્શકો સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે ભારત ઉપરાંત વિદેશમાં પણ નીમ કરૌલી બાબાના અનુયાયીઓ મોટી સંખ્યા છે. આ સંજોગોમાં નિર્માતાઓને આંતરરાષ્ટ્રીય દર્શકો તરફથી પણ સારા પ્રતિસાદની આશા છે.