હું તાવીજ નથી પહેરતી, પણ હનુમાન ચાલીસાનો જાપ કરું છું : આશા પારેખ

17 April, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮૨ વર્ષનાં આશા પારેખ હિન્દુ ગુજરાતી પિતા પ્રાણલાલ પારેખ અને વોહરા મુસ્લિમ માતા સલમા (લગ્ન પછી સુધા)નું સંતાન છે. આમ તેમના જીવન પર બન્ને ધર્મની અસર છે. હાલમાં પોતાની ધાર્મિક આસ્થા વિશે વાત કરતાં આશા પારેખે જણાવ્યું હતું કે ‘હું બહુ આધ્યાત્મિક છું.

આશા પારેખ

૮૨ વર્ષનાં આશા પારેખ હિન્દુ ગુજરાતી પિતા પ્રાણલાલ પારેખ અને વોહરા મુસ્લિમ માતા સલમા (લગ્ન પછી સુધા)નું સંતાન છે. આમ તેમના જીવન પર બન્ને ધર્મની અસર છે. હાલમાં પોતાની ધાર્મિક આસ્થા વિશે વાત કરતાં આશા પારેખે જણાવ્યું હતું કે ‘હું બહુ આધ્યાત્મિક છું જેને કારણે મને બહુ શાંતિ મળે છે. મને ભગવાન પર બહુ ભરોસો છે અને જ્યારે હું તેમને પ્રાર્થના કરું છું ત્યારે મારી બધી સમસ્યા દૂર થઈ જાય છે. મારાં મમ્મી બહુ આધ્યાત્મિક હતાં. તેમને બહુ નાની ઉંમરે સાંઈબાબાના આશીર્વાદ મળ્યા હતા. મારામાં તેમના જ સંસ્કાર ઊતર્યા છે. મને પૂજા-પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે અને એટલે જ હું ધાર્મિક સ્થળોએ જવાનું વધારે પસંદ કરું છું. હું કોઈ તાવીજ નથી પહેરતી, પણ હનુમાન ચાલીસના જાપ કરું છું અને આધ્યાત્મિક પુસ્તકો વાંચું છું.’

asha parekh religion bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news