10 November, 2025 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ ધર અને ઇમરાન હાશ્મીએ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી
યામી ગૌતમ ધર અને ઇમરાન હાશ્મી હાલમાં તેમની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘હક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં બન્ને નાલાસોપારા રેલવે સ્ટેશન પર જોવા મળ્યાં હતાં. ચર્ચમાં આવેલા એક વિડિયોમાં ઇમરાન અને યામી બન્ને નાલાસોપારા પ્લૅટફૉર્મ પર માસ્ક પહેરીને રાહ જોતાં દેખાય છે. તેમની સાથે સુરક્ષા-ટીમ પણ હતી. બન્ને હસીમજાક કરતાં જોવાં મળ્યાં અને પછી તેમણે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી. યામીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને જણાવ્યું કે તેણે ઇમરાન સાથે લોકલ ટ્રેનમાં પહેલું મુંબઈ-દર્શન કર્યું.
‘હક’ના પ્રમોશન માટે યામી ગૌતમ અને ઇમરાને નાલાસોપારા-ઈસ્ટમાં આવેલા PVR સિનેમાની, વસઈના એક થિયેટરની તેમ જ મીરા રોડના મૂવી મૅક્સ થિયેટરની મુલાકાત લઈને દર્શકો સાથે સીધી વાત કરી હતી.