રામ ગોપાલ વર્માની પોલીસ કંપનીમાં હર્ષવર્ધન રાણે ભજવશે દયા નાયકનો રોલ

11 August, 2026 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ ગોપાલ વર્માની નવી ફિલ્મ ‘પોલીસ કંપની’માં હર્ષવર્ધન રાણે લીડ રોલમાં જોવા મળી શકે છે. આ ફિલ્મ ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયકના જીવન પર આધારિત હોવાનો અહેવાલ છે.

હર્ષવર્ધન રાણે

રામ ગોપાલ વર્માએ પોતાની આગામી ફિલ્મ માટે હર્ષવર્ધન રાણેને સાઇન કર્યો હોવાનો રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે હર્ષવર્ધનને ફિલ્મ ‘પોલીસ કંપની’ માટે સાઇન કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ૨૦૦૨માં આવેલી ‘કંપની’ અને ૨૦૨૧માં આવેલી ‘ડી કંપની’ બાદ રામ ગોપાલ વર્માની આ જ પ્રકારના નામવાળી ત્રીજી ફિલ્મ છે. જોકે આની વાર્તા અગાઉની બન્ને ફિલ્મો સાથે કોઈ રીતે જોડાયેલી નહીં હોય. 
ચર્ચા પ્રમાણે ‘પોલીસ કંપની’ એક બાયોપિક છે. આ ફિલ્મ જાણીતા ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયકના જીવન પર આધારિત હશે. ફિલ્મમાં મૅન્ગલોરના એક નાના ગામમાંથી નીકળીને મુંબઈ પોલીસમાં ઉચ્ચ પદ સુધી પહોંચવાની તેમની સંઘર્ષ અને હિંમતથી ભરેલી વાર્તા દર્શાવવામાં આવશે. આ ઉપરાંત તેમની ત્રણ દાયકા લાંબી કારકિર્દી દરમ્યાન આવેલા ઉતાર-ચડાવને પણ ફિલ્મમાં દર્શાવવામાં આવશે.

harshvardhan rane ram gopal varma entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood