HBD અનુરાગ કશ્યપ : માત્ર 5000 રૂપિયા સાથે મુંબઈ આવેલા અનુરાગની પહેલી ફિલ્મ આજ સુધી રિલીઝ નથી થઈ

10 September, 2021 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનુરાગ કશ્યપ ગ્રેજ્યુએશન પૂરું કરીને મુંબઈ પહોંચ્યો ત્યારે તેના ખિસ્સામાં માત્ર 5 હજાર રૂપિયા હતા.

અનુરાગ કશ્યપ

જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક અનુરાગ કશ્યપ આજે 49 વર્ષના થઈ ગયા છે. અનુરાગને તેમના ઇન્ડસ્ટ્રીના મિત્રો અને ફેન્સ તરફથી અઢળક શુભેચ્છાઓ મળી રહી છે. દરમિયાન અનુરાગે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બર્થડે સેલિબ્રેશનનો એક વીડિયો શેર કરી પોતાના મિત્રોનો આભાર માન્યો હતો.

માત્ર 5000 રૂપિયા સાથે મુંબઈ આવ્યો હતો અનુરાગ

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જન્મેલા અનુરાગ કશ્યપે દહેરાદૂનની ગ્રીન સ્કૂલ અને ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. તેના પિતા સરકારી નોકરી કરતા હતા, આ કારણે અનુરાગ ઘણા શહેરોમાં રહ્યો છે. અનુરાગ કશ્યપ ગ્રેજ્યુએશન પૂરું કરીને મુંબઈ પહોંચ્યો ત્યારે તેના ખિસ્સામાં માત્ર 5 હજાર રૂપિયા હતા. આ સંઘર્ષ દરમિયાન, અનુરાગને ખબર નહોતી કે તેણે કેટલીક રાતો પસાર કરી રસ્તા પર પણ પસાર કરવી પડશે. બધી મુશ્કેલીઓ પછી તેને પૃથ્વી થિયેટરમાં નોકરી મળી હતી.

આ રીતે મળ્યો હતો પહેલો બ્રેક

વર્ષ 1998માં ‘ધ ફેમિલી મેન’ અભિનેતા મનોજ બાજપેયીએ અનુરાગ કશ્યપનું નામ તત્કાલીન પ્રખ્યાત દિગ્દર્શક રામ ગોપાલ વર્માને સૂચવ્યું હતું. મનોજે કહ્યું કે રામ ગોપાલે અનુરાગને તેની આગામી ફિલ્મમાં લેખક તરીકે રાખવો જોઈએ. રામ ગોપાલ વર્માને પણ અનુરાગનું કામ ગમ્યું અને આ રીતે ફિલ્મ `સત્ય` માટે સૌરભ શુક્લા સાથે વાર્તા લખવાની તક મળી હતી.

ગેંગ્સ ઓફ વાસેપુર માટે માફી માંગવી પડી

અનુરાગની સૌથી હિટ ફિલ્મોની યાદીમાં ગેંગ્સ ઓફ વાસેપુર ટોચ પર છે. ઘણા લોકોને ખબર નથી કે અનુરાગે આ ફિલ્મ માટે વાસેપુરના સ્થાનિક લોકોની માફી માંગવી પડી હતી. વાસ્તવમાં, ફિલ્મ બનાવ્યા પછી, વાસેપુર એટલું કુખ્યાત અને ચર્ચાનું કેન્દ્ર બન્યું કે ત્યાંના લોકોને મુશ્કેલી પડવા લાગી હતી. જેના કારણે સ્થાનિક લોકો ખૂબ પરેશાન થયા હતા. આના પર અનુરાગે કહ્યું કે હવે હું શું કરી શકું, પરંતુ આ માટે હું વાસેપુરના લોકો પાસે માફી માંગુ છું.

પહેલી ફિલ્મ આજ સુધી રિલીઝ નથી થઈ

અનુરાગે દિગ્દર્શક તરીકે કારકિર્દીની શરૂઆત વર્ષ 2003માં પોતાની પહેલી ફિલ્મ `પંચ`થી કરી હતી. જોકે, આ ફિલ્મ આજ સુધી થિયેટરોમાં રિલીઝ થઈ નથી. તેમની ફિલ્મ ચોક્કસપણે કેટલાક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોમાં બતાવવામાં આવી હતી. આ પછી વર્ષ 2007માં અનુરાગની ફિલ્મ `બ્લેક ફ્રાઇડે` આવી હતી. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ તેણે `દેવ ડી`, `ગુલાલ`, `ગેંગ્સ ઓફ વાસેપુર`, `બોમ્બે ટોકીઝ`, `અગ્લી`, `રમણ રાઘવ 2.0` અને `મનમર્ઝિયા` સહિત અન્ય ફિલ્મો બનાવી હતી.

દીકરી આલિયા પણ સમાચારોમાં રહી

અનુરાગ કશ્યપની પુત્રીનું અફેર પણ ફેન્સમાં ચર્ચાનું કેન્દ્ર બનેલું છે. તેઓ સતત એકબીજાને ડેટ કરતા જોવા મળ્યા છે. બંનેની જોડી એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. આગાઉ આલિયા કશ્યપે એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે બીચ વેકેશન અને ડેટ નાઇટ્સ એન્જોય કરતી જોવા મળી રહી હતી.

entertainment news bollywood news anurag kashyap