25 October, 2026 10:11 AM IST | Mathura | Gujarati Mid-day Correspondent
હેમા માલિની
હેમા માલિનીએ શુક્રવારે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવનમાં સ્વામી હરિદાસ ઑડિટોરિયમ ખાતે ‘ગંગા અવતરણ’ની મનમોહક નૃત્યનાટિકા ભજવીને ‘બ્રજ રાજ ઉત્સવ 2026’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસ્તુતિ દ્વારા તેમણે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પૌરાણિક વારસાને ઉજાગર કર્યો હતો. આ નૃત્યનાટિકાએ ઉત્સવમાં ભક્તિભાવનો રંગ ઉમેર્યો હતો. આ ઉત્સવ બ્રજ પ્રદેશની પરંપરાઓ, કળા, સંગીત અને સાંસ્કૃતિક ઓળખની ઉજવણી કરે છે.
ભારતીય સિનેમા અને શાસ્ત્રીય નૃત્યમાં મહત્ત્વનું યોગદાન આપનાર હેમા માલિની ભારતીય પૌરાણિક કથાઓને જીવંત બનાવવા માટે સતત પર્ફોર્મિંગ આર્ટ્સનો ઉપયોગ કરતાં આવ્યાં છે.