30 March, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`આચારી બા`નું પોસ્ટર
હેમા માલિનીએ જિયોહૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહેલી નીના ગુપ્તાની ફિલ્મ ‘આચારી બા’ની ભારે પ્રશંસા કરીને એને ‘મસ્ટ-વૉચ’ ગણાવી છે. હેમાએ આ ફિલ્મ વિશે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે ‘ફિલ્મ ખૂબ જ ભાવનાત્મક અને હૃદયસ્પર્શી છે. નીના ગુપ્તાની ઍક્ટિંગ બહુ સરસ છે અને તેણે પાત્રને ખૂબ જ પ્રામાણિક રીતે રજૂ કર્યું છે. આ ફિલ્મ પરિવાર અને સંબંધોની ઊંડાણભરી લાગણીઓને સુંદર રીતે રજૂ કરે છે.’
ફિલ્મ ‘આચારી બા’માં નીના ગુપ્તાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તે એક એવી સ્ત્રીનું પાત્ર નિભાવે છે જે જીવનની પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરતી હોવા છતાં પોતાના સ્વાભિમાન અને લાગણીઓને જાળવી રાખે છે. ફિલ્મમાં નીનાના અભિનયને લઈને દર્શકો અને ક્રિટિક્સ બન્ને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.