દીપિકા મારી બાયોપિકમાં કામ કરવા માટે પર્ફેક્ટ

14 July, 2026 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેમા માલિનીએ પોતાની પસંદગી જણાવતાં કહ્યું કે તે મારા પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કરશે

હેમા માલિની અને દીપિકા પાદુકોણ

હેમા માલિનીને હાલમાં એક કાર્યક્રમમાં તેમની બાયોપિક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે વિલંબ કર્યા વગર જણાવ્યું કે બાયોપિકમાં તેમનો રોલ ભજવવા માટે દીપિકા પાદુકોણ એકદમ યોગ્ય પસંદગી છે. હેમા માલિનીએ દીપિકાનાં વખાણ કરતાં કહ્યું કે ‘તે સુંદર છે, પ્રતિભાશાળી છે અને મારા વ્યક્તિત્વ સાથે સંપૂર્ણ ન્યાય કરી શકે છે.’

હેમા માલિની અને દીપિકા વચ્ચે ખાસ કનેક્શન છે. ૨૦૧૭માં જ્યારે હેમા માલિનીની બાયોગ્રાફીનું વિમોચન થયું હતું ત્યારે પણ તેમણે એના માટે દીપિકાને જ પસંદ કરી હતી. એટલું જ નહીં, દીપિકાની પહેલી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં તેનું ‘શાંતિપ્રિયા’નું પાત્ર પણ હેમા માલિનીની સ્ટાર ઇમેજથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે.

hema malini deepika padukone ranveer singh bollywood entertainment news bollywood controversies bollywood gossips bollywood news