મહિલાઓએ પોતાની રીતે જીવનનો આનંદ માણવો જોઈએ અને પોતાની ઓળખને મજબૂત બનાવવી જોઈએ

09 March, 2026 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હેમા માલિનીએ શૅર કર્યો પ્રેરણાદાયક સંદેશ

હેમા માલિનીની ફાઇલ તસવીર

ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો અને આ અવસરે હેમા માલિનીએ વિશ્વભરની મહિલાઓ માટે એક સુંદર અને પ્રેરણાદાયક સંદેશ શૅર કર્યો છે. તેણે સોશ્યલ મીડિયા પર ફૂલોની એક સુંદર તસવીર પોસ્ટ કરીને લખ્યું છે, ‘જેમ દરેક ફૂલ પોતાની સુગંધ અને રંગમાં અલગ હોય છે એમ દરેક મહિલા પણ પોતાની રીતે અનોખી અને ભગવાનની વિશેષ રચના છે. એવી તમામ મહિલાઓ પ્રશંસાને પાત્ર છે જે ઘર અને ઑફિસ વચ્ચે સફળતાપૂર્વક સંતુલન સાધે છે; પછી ભલે તે કુશળ બિઝનેસવુમન હોય, ઉદ્યોગસાહસિક હોય કે ઘર સંભાળતી ગૃહિણીઓ હોય.’

હેમા માલિનીએ પોતાની પોસ્ટમાં મહિલાઓને યાદ અપાવ્યું હતું કે ‘મહિલાઓનું જીવન માત્ર સંબંધો સુધી સીમિત નથી, તેઓ પણ સ્વતંત્ર અને મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે. મહિલાઓએ પોતાની રીતે જીવનનો આનંદ માણવો જોઈએ અને પોતાની ઓળખને મજબૂત બનાવવી જોઈએ.’

હેમા માલિનીનો આ સંદેશ અને તેમની જીવનશૈલી આજની પેઢીની મહિલાઓને પ્રેરણા આપે છે કે ઉંમર કે પરિસ્થિતિઓ ક્યારેય સપનાને સાકાર કરવામાં અવરોધ નથી બની શકતી.

hema malini womens day entertainment news bollywood bollywood news