02 September, 2025 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેમા માલિની
હેમા માલિનીએ ઓશિવરામાં આવેલા તેની માલિકીના બે ફ્લૅટ્સ ૧૨.૫૦ કરોડ રૂપિયામાં વેચી દીધા હોવાના રિપોર્ટ છે. મહારાષ્ટ્રના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR)ની વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજ પરથી માહિતી મળી છે કે આ બન્ને ડીલ ઑગસ્ટમાં રજિસ્ટર થઈ છે.
મળતી માહિતી પ્રમાણે હેમા માલિનીએ વેચેલા બન્ને ફ્લૅટ ઑબેરૉય સ્પ્રિંગ્સ બિલ્ડિંગમાં આવેલા છે અને બન્નેનો કાર્પેટ એરિયા ૮૪૭ સ્ક્વેર ફીટ અને બિલ્ટ-અપ એરિયા ૧૦૧૭ સ્ક્વેર ફીટ છે.
આ ડીલના દસ્તાવેજો અનુસાર દરેક ફ્લૅટ ૬.૨૫ કરોડ રૂપિયામાં વેચાયો છે જેમાં એક કાર-પાર્કિંગનો સમાવેશ થાય છે. દરેક ડીલ પર ૩૧.૨૫ લાખ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવામાં આવ્યો છે.