દેઓલ પરિવારમાં હેમા માલિની પાસે સૌથી વધારે ૩.૩૯ કરોડ રૂપિયાની સોનાની જ્વેલરી

13 May, 2026 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેઓલ પરિવાર પાસે કેટલું સોનું છે એની વિગતો વાઇરલ થઈ છે

હેમા માલિનીની ફાઇલ તસવીર

હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની વાત કહી ત્યારથી સમગ્ર દેશમાં સોનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં દેઓલ પરિવાર પાસે કેટલું સોનું છે એની વિગતો વાઇરલ થઈ છે. મળતી માહિતી પ્રમાણે દેઓલ પરિવારમાં સની દેઓલ પાસે સોનાની એક પણ જ્વેલરી નથી, જ્યારે હેમા માલિની પાસે કરોડોની સોનાની જ્વેલરી છે.

ચૂંટણીના શપથપત્ર મુજબ હેમા માલિની પાસે અંદાજે ૩.૩૯ કરોડ રૂપિયાની સોનાની જ્વેલરી છે, જ્યારે દિવંગત ધર્મેન્દ્ર પાસે અંદાજે ૧.૭૫ કરોડ રૂપિયાની સોનાની જ્વેલરી હતી. એ સિવાય સની દેઓલે ૨૦૧૯માં ઉમેદવારીપત્ર દાખલ કરતી વખતે તેની પાસે રહેલા સોનાની વિગતો જાહેર કરી હતી. આ ઍફિડેવિટ મુજબ સની દેઓલને સોનાનો ખાસ શોખ નથી એવું લાગે છે અને એ સમયે સની પાસે સોનાની એકેય જ્વેલરી નહોતી જ્યારે તેની પત્ની પૂજા દેઓલ પાસે અંદાજે ૧.૫૬ કરોડ રૂપિયાના દાગીના હોવાનું જણાવ્યું હતું. 

hema malini gold silver price real estate sunny deol bobby deol esha deol ahana deol dharmendra entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz