રણબીરની પસંદીદા કઈ વસ્તુ આલિયાને બિલકુલ પસંદ નથી?

26 April, 2024 06:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂર, કરીના કપૂર ખાન અને કરણ જોહર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ગૉસિપ કરવા માટે જાણીતા છે.

રણબીર કપૂર , અલિયા ભટ્ટ

રણબીર કપૂરને એક વસ્તુ ખૂબ જ પસંદ છે અને એ તેની પત્ની આલિયા ભટ્ટને બિલકુલ પસંદ નથી. આલિયા ભટ્ટની પ્રશંસા કરતાં તેની નણંદ રિદ્ધિમા કપૂર સાહની થાકતી નથી. રિશી કપૂરનું જ્યારે ૨૦૨૦ની ૩૦ એપ્રિલે અવસાન થયું ત્યારે આલિયા તેમની પડખે ઊભી હતી. એ વાતને યાદ કરીને રિદ્ધિમા કહે છે કે રણબીર કપૂર લકી છે કે તેને આલિયા જેવી વાઇફ મળી છે. ડૅડીના નિધન બાદ એ કપરા સમયને યાદ કરતાં રિદ્ધિમા કહે છે, ‘રણબીર અને આલિયા દરરોજ અમને મળવા આવતાં હતાં. જોકે તેઓ જ્યારે જતાં તો મારી મમ્મીને ખુશ રાખવાના હું વિવિધ ઉપાયો ખોજતી હતી. હું ટાઇમપાસ કરવા માટે મારા કઝિન્સને બોલાવતી જેથી તે ખુશ રહી શકે. આલિયાએ ખૂબ સપોર્ટ કર્યો હતો. અમારા કપરા સમયમાં તે અડીખમ ઊભી હતી. રણબીર તેની લાગણી વ્યક્ત નહોતો કરી શકતો. અમારા માટે એ સમય અઘરો હતો. આલિયા પ્રેમાળ યુવતી છે. તે ખૂબ દયાળુ પણ છે. સૌથી સારી વાત એ છે કે તે હંમેશાં યોગદાન આપવામાં માને છે. મારો ભાઈ લકી છે. આલિયા પણ લકી છે.’

રણબીર કપૂર, કરીના કપૂર ખાન અને કરણ જોહર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ગૉસિપ કરવા માટે જાણીતા છે. જોકે રણબીરને જે પસંદ છે એ આલિયાને પસંદ નથી. આ વિશે રિદ્ધિમાનો હસબન્ડ ભરત સાહની કહે છે, ‘મને તેની વાઇબ પસંદ છે. તે શાંત છે. કોઈ પૉલિટિક્સ નહીં. તેને ગૉસિપ કરવી પસંદ નથી. અમારા બન્ને વચ્ચે આ સમાનતા છે.’

entertainment news bollywood buzz bollywood news bollywood ranbir kapoor alia bhatt