નેહા સાથેના ફેક વિડિયોને લઈને છંછેડાયો હિમાંશ કોહલી

11 November, 2020 07:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેહા સાથેના ફેક વિડિયોને લઈને છંછેડાયો હિમાંશ કોહલી

હિમાંશ કોહલી

હિમાંશ કોહલીએ હાલમાં જ ગુસ્સે થઈને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. તેના એક ફેક વિડિયોને લઈને તેણે આ ગુસ્સો ઠાલવ્યો હતો. આ વિડિયોમાં તે તેની એક્સ-ગર્લફ્રેન્ડ નેહા કક્કડને સૉરી કહેતો જોવા મળી રહ્યો છે. જોકે તેણે કોઈ સૉરી નથી કહ્યું અને આ એક એડિટિંગ કરેલો ફેક વિડિયો છે. નેહા અને હિમાંશનું બે વર્ષ પહેલાં જ બ્રેકઅપ થયું હતું. નેહા અને રોહનપ્રીત સિંહનાં લગ્ન થયાં ત્યારથી હિમાંશ સતત ચર્ચામાં આવી રહ્યો છે. આ વિશે પોસ્ટ કરીને હિમાંશ કોહલીએ લખ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર આવી વાહિયાત કૉન્ટેન્ટને ક્યારે બૅન કરવામાં આવશે એ હું વિચારી રહ્યો છું. આવી વાતથી કોને ફાયદો થઈ રહ્યો છે? એનાથી પણ વધુ દુઃખની વાત છે કે લોકો આ વિડિયોને સતત શૅર કરી રહ્યા છે. મહેરબાની કરીને સજાગ થાઓ. નફરત અને આવી ખોટી પોસ્ટ ફેલાવવાનું બંધ કરો.’

entertainment news bollywood bollywood news himansh kohli neha kakkar