✕

રામાયણમાં રાક્ષસોની સેના સાથે માતા સીતાની લડાઈનાં દૃશ્યો બન્યાં વિવાદાસ્પદ

07 November, 2026 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદિપુરુષને પાછળ છોડી, પણ બધી ભારતીય ભાષાના નેટ કલેક્શનમાં પ્રભાસની ‌ફિલ્મને ઓવરટેક ન કરી શકી.

રામાયણની ૪૭ કરોડ રૂ‌પિયા કમાણી‌

રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની ફિલ્મ ‘રામાયણ’ ગુરુવારે થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ સાથે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કેટલાક પ્રસંગોને લઈને સોશ્યલ મીડિયા પર ચર્ચા અને વિવાદ પણ શરૂ થયો છે. આવો જ એક પ્રસંગ માતા સીતા સાથે સંકળાયેલો છે. ફિલ્મમાં માતા સીતા યુદ્ધના મેદાનમાં ઊતરતાં અને સંપૂર્ણ ઍક્શન મોડમાં જોવા મળે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે વનમાં શ્રીરામનો સાથ આપવા માટે માતા સીતા પણ યુદ્ધના મેદાનમાં ઊતરે છે. તેઓ પોતાના પતિને સાથ આપે છે અને ૧૪,૦૦૦ રાક્ષસોની સેનાને પરાસ્ત કરે છે. હવે આ પ્રસંગને લઈને લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકોનું કહેવું છે કે માતા સીતા ક્યારેય યુદ્ધના મેદાનમાં ઊતર્યાં નહોતાં, જ્યારે કેટલાક લોકોને આ વાત સાચી લાગે છે. રિપોર્ટ પ્રમાણે વાલ્મીકિ રામાયણમાં દર્શાવ્યા મુજબ વનવાસનાં ૧૪ વર્ષ દરમ્યાન માતા સીતા ક્યારેય કોઈ યુદ્ધમાં સામેલ થયાં નહોતાં તેમ જ ખર અને દૂષણ સહિત તેમની આખી સેનાનો સામનો શ્રીરામે એકલા જ કર્યો હતો. જોકે અદ્ભુત રામાયણમાં સીતાજીએ આ લડાઈ લડી હતી એવો ઉલ્લેખ છે. સોશ્યલ મીડિયામાં એક વ્યક્તિએ ફિલ્મમાં માતા સીતાના યુદ્ધના દૃશ્યનો વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘રામાયણ સાથે વધુ એક છેતરપિંડી અથવા કહું તો સ્કૅમાયણ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે માતા સીતા યુદ્ધ કરતાં જોવા મળે છે. તેઓ શ્રીરામની મદદ માટે ખર અને દૂષણની ૧૪,૦૦૦ રાક્ષસોની સેના સામે લડે છે, પણ હકીકત એ છે કે શ્રી રામે આ યુદ્ધ એકલા જ લડ્યું હતું. તેમણે લક્ષ્મણ અને સીતાને પોતાનાથી દૂર રાખ્યાં હતાં.’

હિન્દી રામાયણની પહેલા ‌દિવસની ૪૭ કરોડ રૂ‌પિયા કમાણી‌

રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ ગુરુવારે વિશ્વભરનાં થિયેટરોમાં ભવ્ય રીતે રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે બૉક્સ-ઑફિસ પર જોરદાર કમાણી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.  ભારતમાં ફિલ્મનું પ્રથમ દિવસનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ફિલ્મે અનેક મોટી ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનના રેકૉર્ડ તોડ્યા છે. ઓપનિંગ ડે કલેક્શનના આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે ‘રામાયણ’ના હિન્દી વર્ઝને પહેલા દિવસે ભારતમાં ૪૭ કરોડ રૂપિયા નેટ કલેક્શન કર્યું છે, જ્યારે રામાયણ પરની જ પ્રભાસની ‘આદિપુરુષ’ના હિન્દી વર્ઝનનું નેટ કલેક્શન ૩૭.૨૫ કરોડ રૂપિયા જેટલું જ નોંધાયું હતું. આમ ભારતમાં ‘રામાયણ’ના હિન્દી વર્ઝને નેટ કમાણીના મામલે ‘આદિપુરુષ’ને હરાવી દીધી છે.

જોકે ‘રામાયણ’ના હિન્દી વર્ઝને ભલે વધારે કમાણી કરી હોય પણ એ તમામ ભાષાઓની કુલ નેટ કમાણીના મામલે પ્રભાસની ‘આદિપુરુષ’નો રેકૉર્ડ તોડવામાં નિષ્ફળ રહી છે. મળતી માહિતી પ્રમાણે ‘રામાયણ’એ હિન્દી, કન્નડા, તેલુગુ, તામિલ અને મલયાલયમ ભાષામાં મળીને પહેલા દિવસે ભારતમાં ૬૨.૪૭ કરોડ રૂપિયા નેટ કલેક્શન કર્યું છે; પણ એ પ્રભાસની ‘આદિપુરુષ’થી પાછળ રહી છે, કારણ કે ‘આદિપુરુષ’એ તમામ ભાષાઓમાં મળીને પહેલા દિવસે ૮૬.૫૦ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. આ આંકડા સુધી પહોંચવામાં ‘રામાયણ’ પાછળ રહી ગઈ છે.

૧૫૫ કરોડ રૂપિયાની કમાણી સાથે રામાયણ બની રણબીરની સૌથી મોટી વૈશ્વિક ઓપનર

ગુરુવારે રિલીઝ થયેલી રણબીર કપૂરની ‘રામાયણ’ને વૈશ્વિક સ્તરે પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મને મળેલા શાનદાર પ્રતિસાદ બદલ દર્શકોનો આભાર માન્યો છે. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે વિશ્વભરમાં ૧૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘રામાયણ’ વૈ‌શ્વિક સ્તરે રણબીરની સૌથી વધારે ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે તેની અગાઉની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ઍનિમલ’ના પહેલા દિવસના વિશ્વવ્યાપી ૧૧૬ કરોડ રૂપિયાના કલેક્શનનો રેકૉર્ડ મોટા અંતરથી તોડી નાખ્યો છે.

રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ ગુરુવારે વિશ્વભરનાં થિયેટરોમાં ભવ્ય રીતે રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે બૉક્સ-ઑફિસ પર જોરદાર કમાણી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.  ભારતમાં ફિલ્મનું પ્રથમ દિવસનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ફિલ્મે અનેક મોટી ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનના રેકૉર્ડ તોડ્યા છે. ઓપનિંગ ડે કલેક્શનના આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે ‘રામાયણ’ના હિન્દી વર્ઝને પહેલા દિવસે ભારતમાં ૪૭ કરોડ રૂપિયા નેટ કલેક્શન કર્યું છે, જ્યારે રામાયણ પરની જ પ્રભાસની ‘આદિપુરુષ’ના હિન્દી વર્ઝનનું નેટ કલેક્શન ૩૭.૨૫ કરોડ રૂપિયા જેટલું જ નોંધાયું હતું. આમ ભારતમાં ‘રામાયણ’ના હિન્દી વર્ઝને નેટ કમાણીના મામલે ‘આદિપુરુષ’ને હરાવી દીધી છે.

જોકે ‘રામાયણ’ના હિન્દી વર્ઝને ભલે વધારે કમાણી કરી હોય પણ એ તમામ ભાષાઓની કુલ નેટ કમાણીના મામલે પ્રભાસની ‘આદિપુરુષ’નો રેકૉર્ડ તોડવામાં નિષ્ફળ રહી છે. મળતી માહિતી પ્રમાણે ‘રામાયણ’એ હિન્દી, કન્નડા, તેલુગુ, તામિલ અને મલયાલયમ ભાષામાં મળીને પહેલા દિવસે ભારતમાં ૬૨.૪૭ કરોડ રૂપિયા નેટ કલેક્શન કર્યું છે; પણ એ પ્રભાસની ‘આદિપુરુષ’થી પાછળ રહી છે, કારણ કે ‘આદિપુરુષ’એ તમામ ભાષાઓમાં મળીને પહેલા દિવસે ૮૬.૫૦ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. આ આંકડા સુધી પહોંચવામાં ‘રામાયણ’ પાછળ રહી ગઈ છે.

ઓપ‌નિંગ ડે:બૉલીવુડની દિવાળીની ટૉચની પાંચ ફિલ્મો

ઠગ્સ ઑફ હિન્દોસ્તાં

૫૦.૭૫ કરોડ રૂપિયા

રામાયણ

૪૭ કરોડ રૂપિયા

હૅપી ન્યુ યર

૪૨.૬૨ કરોડ રૂપિયા

સિંઘમ અગેઇન

૪૩.૭૦ કરોડ રૂપિયા

ટાઇગર 3

૪૩ કરોડ રૂપિયા

દિવાળી ઓપનિંગના મામલે સુપરફ્લૉપ ઠગ્સ ઑફ હિન્દોસ્તાંને હલાવી ન શકી રામાયણ

‘રામાયણ’ના હિન્દી વર્ઝને પહેલા દિવસે ભારતમાં ૪૭ કરોડ રૂપિયા નેટ કલેક્શન કર્યું છે. આ કમાણી ફિલ્મ માટે શાનદાર શરૂઆત માનવામાં આવે છે, પણ આમ છતાં એ દિવાળી ઓપનિંગના મામલે ૨૦૧૮ની દિવાળી સમયે રિલીઝ થયેલી સુપરફ્લૉપ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ના હિન્દી વર્ઝનના પહેલા દિવસના ૫૦.૭૫ કરોડ રૂપિયાના ઓપનિંગ કલેક્શન કરતાં પાછળ રહી ગઈ છે. જોકે દિવાળી ઓપનિંગના મામલે ‘રામાયણ’ના હિન્દી વર્ઝનની કમાણી બીજા નંબરે આવી છે અને એના કારણે ૪૦.૩૫ કરોડ રૂપિયાનું ઓપનિંગ ધરાવતી સલમાન ખાનની ‘પ્રેમ રતન ધન પાયો’ ટોચની પાંચ ફિલ્મોની યાદીમાંથી બહાર થઈ ગઈ છે.

ramayan diwali box office ranbir kapoor animal bollywood buzz bollywood news bollywood bollywood gossips adipurush