17 August, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઋતિક રોશન અને સબા આઝાદ
હૃતિક રોશન ફરી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. હૃતિક લાંબા સમયથી સબા આઝાદને ડેટ કરી રહ્યો હતો. હવે બન્નેના બ્રેકઅપના સમાચાર ચર્ચામાં છે. હકીકતમાં બાવન વર્ષના હૃતિકનો એક સ્ક્રીનશૉટ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ડેટિંગ ઍપ પર તેની પ્રોફાઇલ જોવા મળી રહી છે. આ પ્રોફાઇલમાં હૃતિકનો ફોટો પણ છે. ફોટોમાં તે હાથમાં ફોન લઈને બ્લૅક ટી-શર્ટ અને બ્લૅક કૅપ પહેરેલો જોવા મળે છે. હૃતિકની આ પ્રોફાઇલમાં તેની ઓળખ ઍક્ટર/પ્રોડ્યુસર/ઑન્ટ્રપ્રનર તરીકે આપવામાં આવી છે. આ સાથે હૃતિકની ઉંમર પણ લખવામાં આવી છે. જોકે, આ સ્ક્રીનશૉટ વેરિફાઇડ નથી. હૃતિકના આ સ્ક્રીનશૉટના વાઇરલ થયા બાદ સબા સાથે તેના બ્રેકઅપના સમાચારને વધુ વેગ મળ્યો છે. જોકે કેટલાક ફૅન્સનું કહેવું છે કે આ પ્રોફાઇલ જૂની પણ હોઈ શકે છે અથવા તો ફેક પણ હોઈ શકે છે. હૃતિક અને સબાએ સત્તાવાર રીતે આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
હૃતિક અને સબા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. ૨૦૨૨માં બન્ને પહેલી વાર કપલ તરીકે જાહેરમાં સાથે જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ બન્નેને અવારનવાર સાથે જોવામાં આવ્યાં છે. બન્નેએ સાથે પાર્ટી અને ફંક્શનમાં પણ હાજરી આપી છે. સબાને હૃતિકના ફૅમિલી-ફંક્શનમાં પણ ઘણી વખત જોવામાં આવી છે.