19 April, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’
૨૦૨૪માં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’ આવી હતી જે બૉક્સ-ઑફિસ પર ઍવરેજ સાબિત થઈ હતી. હવે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ ફિલ્મની સીક્વલ બનવાની છે અને ફરી એકવાર પહેલી ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ જ જવાબદારી સંભાળશે. તાજેતરમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં ‘ફાઇટર 2’ વિશે દાવો કરવામાં આવ્યો કે ફિલ્મનું પ્રોડક્શન સપ્ટેમ્બરથી શરૂ થશે અને એમાં હૃતિક અને દીપિકા જોવાં મળશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું બજેટ અંદાજે ૫૦૦ કરોડ રૂપિયા હોઈ શકે છે. આ સોશ્યલ મીડિયા પોસ્ટ પર સિદ્ધાર્થ આનંદે નજરનો ટીકો દર્શાવતી ઇમોજી કમેન્ટ કરી જેના પછી ‘ફાઇટર 2’ બનવાની ચર્ચા વધુ જોર પકડી રહી છે. જોકે હજી આ વાતની સત્તાવાર જાહેરાત નથી થઈ.