01 January, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશનનું દીકરાઓ સાથે બૉય્ઝ આઉટિંગ
હૃતિક રોશને તાજેતરમાં સોશ્યલ મીડિયામાં દીકરાઓ રેહાન અને રિધાન સાથેના વેકેશનની મજા માણતો હોય એવી કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં હૃતિક શર્ટલેસ થઈને પૂલસાઇડ બુક વાંચતો, વર્કઆઉટ કરતો અને પુત્રો સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવતો જોવા મળે છે. હૃતિકે આ તસવીરો સાથેની કૅપ્શનમાં લખ્યું છે, ‘પચીસ વર્ષ પહેલાં જે પાનાંઓમાં મેં અન્ડરલાઇન કરી હતી એ આજે ફરીથી વાંચી રહ્યો છું અને જીવનનો સાચો મર્મ શોધી રહ્યો છું.’