10 November, 2025 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન
ફિલ્મમેકર ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી તેમની ૨૧ નવેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘120 બહાદુર’ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું છે ત્યારે હૃતિક રોશને ફિલ્મની ટીમની પ્રશંસા કરતી એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી છે. હૃતિકે પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર લખ્યું છે કે ‘ફરહાન અને રિતેશ, મારા મિત્રો, મેં તમને વર્ષોથી સીમાઓ તોડતાં અને નવી ઊંચાઈઓને સ્પર્શતા જોયા છે. મને ‘લક્ષ્ય’ ફિલ્મની અમારી મહેનત અને જુસ્સો યાદ છે, પણ ‘120 બહાદુર’માં જે પૅશન છે એ એના કરતાં પણ વિશેષ છે.’
હૃતિકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેને આખી ટીમ પર ગર્વ છે અને તે આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છે. પોતાની આ લાગણીને શબ્દ આપતાં તેણે કહ્યું કે ‘મારી શુભકામનાઓ સમગ્ર ટીમને, ડિરેક્ટર રજનીશને અને મારા બહાદુર મિત્ર ફરહાનને. મેં ૨૧ નવેમ્બરનો દિવસ મારા કૅલેન્ડરમાં માર્ક કરી લીધો છે.’