શા માટે શરૂ થયો હતો હૃતિક રોશન અને સુઝૅન ખાનનો ઝઘડો?

03 February, 2026 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાર્બરા મોરીને ગિફ્ટમાં આપેલી બે કરોડ રૂપિયાની વૅનિટી વૅનના કારણે શરૂ થયો હતો હૃતિક રોશન અને સુઝૅન ખાનનો ઝઘડો?

હૃતિકની ‘કાઇટ્સ’ની મેક્સિકન હિરોઇન બાર્બરા મોરી સાથેની ફાઇલ તસવીર

હૃતિક રોશન અને સુઝૅન ખાનની ગણતરી બૉલીવુડના પાવર કપલ તરીકે થતી હતી પણ ૧૪ વર્ષના લગ્નજીવન પછી બન્નેએ ડિવૉર્સ લેવાનો નિર્ણય કર્યો હતો.

હૃતિક અને સુઝૅનના સંબંધના અંતની સત્તાવાર જાહેરાત ૨૦૧૩ના ડિસેમ્બરમાં કરવામાં આવી હતી અને એક વર્ષ પછી ૨૦૧૪ની પહેલી નવેમ્બરે મુંબઈની ફૅમિલી કોર્ટમાં બન્નેના છૂટાછેડા ફાઇનલ થયા હતા. આ ડિવૉર્સ માટે બન્નેના નજીકના મિત્રોએ આપેલી માહિતી પ્રમાણે હૃતિકની તેની ‘કાઇટ્સ’ની મેક્સિકન હિરોઇન બાર્બરા મોરી સાથેની નિકટતા જવાબદાર હતી.

ઝૅન વચ્ચે વિખવાદ શરૂ થયો હતો. હૃતિકના પિતા રાકેશ રોશને એક ઇન્ટરવ્યુમાં આ મુદ્દે ખુલાસો કર્યો હતો કે ‘સુઝેન અને હૃતિક વચ્ચે એક ગેરસમજના કારણે અલગાવ થયો. બન્ને એકબીજાને પ્રેમ કરતાં હતાં પરંતુ તેમના વચ્ચે એવી ગેરસમજ થઈ ગઈ કે જે તેઓ ઉકેલી શક્યાં નહીં. સુઝૅન આજે પણ અમારા પરિવારનો જ ભાગ છે.’

આ છે હૃતિક રોશનની વર્કઆઉટ પછીની ફેવરિટ થાળી

હૃતિક રોશન પોતાની ફિટનેસ અને ખાણીપીણીની આદતો માટે હંમેશાં સજાગ રહે છે. હાલમાં હૃતિકે સોશ્યલ મીડિયા પર પોતાના વર્કઆઉટ પછીની ખાસ થાળીની તસવીર શૅર કરી છે. આ થાળીમાં જુવારની રોટલી, ભીંડા, બીટ, રીંગણ, પાપડી, દૂધી, ઈંડાનો સફેદ ભાગ અને દાળ સામેલ છે. હૃતિકે એને પોતાનું મનપસંદ ‘ભારતીય કૉમ્બિનેશન’ ગણાવ્યું છે અને લખ્યું છે કે આ ભોજન ફાઇબર, પ્રોટીન અને જરૂરી પોષક તત્ત્વોથી ભરેલું છે. તેણે આ થાળી માટે મજાકિયા અંદાજમાં લખ્યું છે, ‘ઉફ, આનાથી વધુ સારું શું હોઈ શકે?’

hrithik roshan relationships celebrity divorce sussanne khan barbara mori entertainment news bollywood bollywood movie review bollywood gossips