13 September, 2025 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ
હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ હાલમાં પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘સૉન્ગ્સ ઑફ પૅરૅડાઇઝ’ને કારણે ચર્ચામાં છે. સબા હાલમાં આ ફિલ્મના પ્રમોશન માટે ઇન્ટરવ્યુ આપી રહી છે ત્યારે એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના ભૂતપૂર્વ પ્રેમી ઇમાદ શાહ વિશે વાત કરી હતી. ઇમાદ સાથેની રિલેશનશિપ વિશે વાત કરતાં સબાએ કહ્યું હતું કે ‘જ્યારે અમે અલગ થયાં ત્યારે ઘણા લોકોએ કહ્યું કે અમારે થોડો સમય એકબીજાને ન મળવું જોઈએ. જોકે આ બ્રેકઅપ સંબંધ ખતમ થવા જેવું નહોતું લાગ્યું, બલ્કે એક ઇવૉલ્યુશન જેવું હતું. જ્યારે ઔપચારિક રીતે બ્રેકઅપ થયું તો બહુ દિલ નહોતું તૂટ્યું. આ ક્યારેય કોઈ લૉસ જેવું લાગ્યું નહીં. જ્યાં સુધી કોઈ ખરાબ વર્તન ન કરે તો પ્રેમ કેવી રીતે બંધ થઈ શકે? હું ઇમાદને મારા જીવનમાંથી ક્યારેય બહાર નહીં કરું. અમે હંમેશાં મિત્રો રહીશું અને મિત્રોની જેમ વૃદ્ધ થઈશું. અમે ઘણી વાર મજાક કરીએ છીએ કે બ્રેકઅપ પછી અમારો સંબંધ વધુ સારો થઈ ગયો.’
કોણ છે ઇમાદ શાહ?`
ઇમાદ શાહ ઍક્ટર નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહનો મોટો દીકરો છે. ઇમાદે સંગીત અને અભિનયની દુનિયામાં પોતાના અંદાજથી એક અલગ ઓળખ બનાવી છે.