30 March, 2025 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન
ક્રિશ સિરીઝની ચોથી ફિલ્મનું ડિરેક્શન કોણ કરશે એની ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી, પણ હવે સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. હવે જાહેર થયું છે કે ફિલ્મનો હીરો હૃતિક રોશન જ ડિરેક્શન કરશે. આ સિરીઝની પહેલી ત્રણેય ફિલ્મનું ડિરેક્શન હૃતિકના પપ્પા રાકેશ રોશને કર્યું હતું.