ક્રિતી સૅનન હવે નથી રહી પોતાની સ્કિનકૅર બ્રૅન્ડ હાઇફનની CCO

26 April, 2026 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રૅન્ડે પોતાની પોસ્ટની કૅપ્શનમાં વધુમાં ઉમેર્યું કે ટૂંક સમયમાં વધુ અપડેટ્સ આવશે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે આ માત્ર કંપનીમાં થનારા મોટા ફેરફારનો એક ભાગ છે.

ક્રિતી સૅનન

ઍક્ટ્રેસ ક્રિતી સૅનને ૨૦૨૩માં પોતાની સ્કિનકૅર બ્રૅન્ડ ‘હાઇફન’ લૉન્ચ કરી હતી અને તે કંપનીમાં ચીફ કસ્ટમર ઑફિસર (CCO) તરીકે જવાબદારી નિભાવી રહી હતી. જોકે હવે બ્રૅન્ડ દ્વારા સોશ્યલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી છે કે ક્રિતી હવે કંપનીમાં ચીફ કસ્ટમર ઑફિસર તરીકે કાર્યરત નથી. બ્રૅન્ડે જણાવ્યું છે કે ‘આ નિર્ણય સમજી વિચારીને લેવામાં આવ્યો છે અને એ કંપનીના મોટા પરિવર્તનનો એક ભાગ છે. આગળનો માર્ગ એક મોટા પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે. આ માટે કેટલાક પીડાદાયક પરંતુ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.’ બ્રૅન્ડે પોતાની પોસ્ટની કૅપ્શનમાં વધુમાં ઉમેર્યું કે ટૂંક સમયમાં વધુ અપડેટ્સ આવશે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે આ માત્ર કંપનીમાં થનારા મોટા ફેરફારનો એક ભાગ છે.

kriti sanon bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news