25 December, 2025 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાલીન ભનોટ
ટીવી-ઍક્ટર શાલીન ભનોટ હવે બીજી વખત લગ્ન કરવા તૈયાર છે.
શાલીને ૨૦૦૯માં ઍક્ટ્રેસ દલજિત કૌર સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૪માં દીકરા જેડનનો જન્મ થયો હતો. જોકે દીકરાના જન્મના એક વર્ષ બાદ બન્નેનાં લગ્ન તૂટ્યાં હતાં અને એ સમયે દલજિતે પતિ શાલીન પર ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા હતા. હવે દલજિતથી અલગ પડ્યાનાં ૧૦ વર્ષ પછી શાલીન ફરી લગ્ન કરવા તૈયાર થયો છે.
દલજિત કૌર સાથે લગ્ન કર્યાં ત્યારે
શાલીને હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાનાં લગ્નની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ‘મારી આસપાસ બધા લોકો પરણેલા છે અથવા કોઈ ને કોઈ રિલેશનશિપમાં છે. હું એકલો એવો છું જે સિંગલ અને અનમૅરિડ છું. મારા મિત્રો અને પરિવાર નથી ઇચ્છતા કે હું સિંગલ રહું. તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે મારા આવતા વર્ષે લગ્ન થઈ જાય.’
પોતાના લગ્નના આયોજન વિશે વાત કરતાં શાલીને કહ્યું હતું કે ‘મારાં લગ્ન ખૂબ જ પ્રાઇવેટ હશે. મારાં મમ્મી-પપ્પા મારા માટે ભગવાન સમાન છે. જ્યારે પણ એ ખાસ ક્ષણ આવશે ત્યારે હું તેમની સાથે જ એ ક્ષણ ઊજવીશ.’