સ્ટારડમ મેળવવા માટે ફિલ્મોમાં હું નથી આવી : તમન્ના ભાટિયા

23 August, 2021 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને તો માત્ર કેમેરાની સામે આવવુ હતું. એમાં મને જે કંઈ પણ મદદ કરતું મારે એ માર્ગ પસંદ કરવાનો હતો. એથી મને જે પ્રકારનું સ્ટારડમ મળ્યુ છે હું પોતાને નસીબદાર માનું છું.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાનું કહેવું છે કે તે સ્ટારડમ મેળવવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી આવી. તેણે 15 વર્ષની ઉંમરથી જ કામ કરવાની શરૂઆત કરી હતી. તેની ‘બાહુબલી’ ખૂબ સફળ સાબિત થઈ હતી. તેણે સાઉથની સાથે જ બૉલીવુડમાં પણ કામ કર્યું છે. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેને કદી પણ સ્ટારડમ ગુમાવવાનો ભય સતાવે છે? એનો જવાબ આપતા તમન્નાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે 15 વર્ષની ઉંમરથી કામ કરવાની શરૂઆત કરી તો પ્રામાણિકપણે કહું તો ફિલ્મોમાં આવવા માટે સ્ટારડમ મારા માટે કારણ નહોતું. મને તો માત્ર કેમેરાની સામે આવવુ હતું. એમાં મને જે કંઈ પણ મદદ કરતું મારે એ માર્ગ પસંદ કરવાનો હતો. એથી મને જે પ્રકારનું સ્ટારડમ મળ્યુ છે હું પોતાને નસીબદાર માનું છું. જોકે એના માટે મેં આ કરીઅરનો પર્યાય નથી પસંદ કર્યો. આ કામ કરીને મને દરરોજ એક પ્રકારની સંતોષની લાગણી થાય છે. એથી સેટ પર જવુ મને ઉત્સાહિત કરે છે. એથી કોઈ પણ એને ગુમાવવા ના માગે, પરંતુ હું એ ડરથી કામ નથી કરતી.’

bollywood bollywood gossips entertainment news tamannaah bhatia