હું એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છું, મારાં બાળકો નથી

19 March, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રીતિ ઝિન્ટાએ હોલીનાં પિક્ચર્સમાં બાળકોના ચહેરા છુપાવવા માટે આ કારણ આપ્યું

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાએ હોલીનાં પિક્ચર્સમાં બાળકોના ચહેરા છુપાવવા માટે આ કારણ આપ્યું ઝિન્ટાએ પતિ જીન ગુડઇનફ અને તેમનાં જોડિયાં બાળકો જિયા અને જય સાથે હોળીનો ઉત્સવ ઊજવ્યો. પ્રીતિએ સોશ્યલ મીડિયા પર ફોટો પણ શૅર કર્યા, પણ આ તસવીરમાં બાળકોના ચહેરા ઇમોજીથી સંતાડી દીધા હતા.

આ સંજોગોમાં એક ફૅને બાળકોના ચહેરા ઇમોજીથી છુપાવવાનું કારણ પૂછ્યું ત્યારે પ્રીતિએ જવાબ આપ્યો, ‘હું એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છું, મારાં બાળકો નથી. હું તેમને સામાન્ય રીતે મોટાં થવા દેવા ઇચ્છું છું તેમ જ જજમેન્ટ-ફ્રી બાળપણ માણવા દેવા માગું છું. જ્યાં સુધી હું એવું કરી શકું ત્યાં સુધી કરીશ અને પછી રબ રાખા.’

પ્રીતિ ઝિન્ટાએ ૨૦૧૬માં જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી ઍક્ટ્રેસ લૉસ ઍન્જલસ શિફ્ટ થઈ ગઈ છે. પ્રીતિ અને જીન ૨૦૨૧માં સરોગસી દ્વારા જોડિયાં બાળકો જિયા અને જયનાં માતા-પિતા બન્યાં છે.

bollywood buzz bollywood news bollywood entertainment news preity zinta