03 October, 2026 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી રણથંભોરમાં માણી રહ્યાં છે ટાઇગર સફારીની મજા
સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ તથા પલક તિવારી હાલમાં રણથંભોરમાં છે. બન્નેએ ગઈ કાલે રણથંભોર ટાઇગર રિઝર્વમાં ટાઇગર સફારીની મજા માણી હતી અને રણથંભોરના ઝોન નંબર પાંચમાં સફારી દરમ્યાન લગભગ ૧૫થી ૨૦ મિનિટ સુધી રીંછને નજીકથી જોયા હતા.
ઇબ્રાહિમ ગુરુવારે સાંજે રણથંભોર પહોંચ્યો હતો અને તેની સાથે પલક પણ હતી. બન્ને રણથંભોરની હોટેલ બ્રિજતારામાં રોકાયાં છે. ગઈ કાલે સવારે ઇબ્રાહિમ અને પલકે રણથંભોર ટાઇગર રિઝર્વના ઝોન નંબર પાંચમાં રણથંભોરનાં જંગલ, વન્યજીવો અને પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણ્યો હતો.