પકડાઈ ગયાં...

05 June, 2026 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટોગ્રાફર્સને જોઈને ઇબ્રાહિમ અલી ખાને ગર્લફ્રેન્ડ પલક તિવારીને છુપાવવાનો પ્રયાસ કર્યો પણ અંતે બન્ને કૅમેરામાં ક્લિક થઈ ગયાં...

ઇબ્રાહિમ અલી ખાને ગર્લફ્રેન્ડ પલક તિવારી

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી હાલમાં તેમની લવ-લાઇફને લઈને ચર્ચામાં છે. હવે તેમનો એક નવો વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે જેમાં ઇબ્રાહિમ ગર્લફ્રેન્ડ પલકને ફોટોગ્રાફર્સના કૅમેરાથી બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરતો જોવા મળે છે, પરંતુ આખરે એ બન્ને કૅમેરામાં કેદ થઈ જાય છે. એ વખતે કૅમેરાની ભીડ જોઈને ઇબ્રાહિમ થોડો અપસેટ હતો અને માસ્ક પહેરેલી પલકે પણ ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઇબ્રાહિમ અને પલકનો આ વિડિયો જુહુમાં આવેલા PVR થિયેટરનો છે. બન્ને અહીં ફિલ્મ જોવા ગયાં હતાં. ફિલ્મ પૂરી થયા બાદ બન્ને બહાર નીકળ્યાં પણ બહાર બન્ને તરફ ફોટોગ્રાફર્સ હાજર હતા જેની તેમને જાણ નહોતી. આ ફોટોગ્રાફર્સને જોતાં જ ઇબ્રાહિમે તરત સીડીઓ તરફથી આગળ આવી રહેલી પલકને બેઝમેન્ટ તરફ ધકેલી દીધી જેથી કૅમેરાથી બચી શકે. જોકે એ સમયે બેઝમેન્ટ તરફ પણ કેટલાક ફોટોગ્રાફર્સ હાજર હતા જેને કારણે બન્ને કૅમેરામાં ક્લિક થઈ ગયાં હતાં.

ibrahim ali khan palak tiwari sex and relationships bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news