હું એટલી નર્વસ હતી કે મેં બોલવામાં બહુ ગોટાળા માર્યા, મારું બ્લડ-પ્રેશર ૨૦૦ તો થઈ ગયું હશે

12 March, 2025 06:55 AM IST  |  Jaipur | Ruchita Shah

શાહરુખ ખાનના હાથે ફિલ્મ શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો આઇફા અવૉર્ડ જીતી ગુજરાતી ઍક્ટ્રેસ જાનકી બોડીવાલા

જાનકી બોડીવાલા પર શાહરુખ ખાને ખૂબ વહાલ વરસાવ્યું હતું.

ફિલ્મ ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો આઇફા અવૉર્ડ જીતનારી ગુજરાતી ફિલ્મ-ઍક્ટ્રેસ જાનકી બોડીવાલાની આ પહેલી હિન્દી ફિલ્મ છે. સ્ટેજ પરથી જ્યારે જાનકીનું નામ અનાઉન્સ થયું ત્યારે જાનકીનું બ્લડ-પ્રેશર ૨૦૦ને ક્રૉસ કરી ગયું હોય એવું જાનકી પોતે કહે છે. જાનકીએ કહ્યું હતું કે ‘તમે જેને જોઈને મોટા થયા હો, તમારો જે ફિલ્મી-ક્રશ હોય તે તમારું નામ અનાઉન્સ કરે એનાથી મોટી ખુશીની વાત બીજી કઈ હોય. આઇ વૉઝ સો થ્રિલ્ડ કે અવૉર્ડ પછીની થૅન્ક્સ-ગિવિંગ સ્પીચમાં મેં બોલવામાં પણ બહુ ગોટાળા માર્યા પણ હા, સૌથી સારી વાત એ રહી કે હું કોઈનું નામ ભૂલી નહીં.’

જાનકીને શાહરુખ ખાને આઇફા અવૉર્ડ આપ્યો હતો.

હિન્દી ફિલ્મ ‘શૈતાન’ જે ગુજરાતી ફિલ્મની રીમેક છે એ ‘વશ’ના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક અને એ ફિલ્મના પોતાના સાથીકલાકારો હિતુ કનોડિયા, હિતેન કુમાર અને નીલમ પંચાલને પણ જાનકીએ સ્ટેજ પરથી થૅન્ક્સ કહ્યું. ગુજરાતી ફિલ્મ ‘વશ’ના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે કહ્યું હતું કે ‘હિન્દી ફિલ્મની અવૉર્ડ-સેરેમનીમાં જાનકી અમારાં કોઈનાં નામ ન બોલી હોત તો પણ અમે ખુશ જ હોત, પણ જાનકીએ પ્રૂવ કર્યું કે તે આ આખી જર્નીમાં અમને કોઈને ભૂલી નથી.’

જાનકીએ કહ્યું હતું કે ‘મેં નક્કી કર્યું હતું કે હું એકાદ સેન્ટેન્સ તો ગુજરાતી બોલીશ જ, પણ હું એટલી ઉત્સાહમાં હતી કે ગુજરાતી પણ થોડુંક ખોટું બોલી, બટ ઇટ્સ ઓકે. અલ્ટીમેટલી નૅશનલ સ્ટેજ પરથી લોકો સુધી ગુજરાતી પહોંચ્યું એ આપણા માટે મહત્ત્વનું છે.’

અવૉર્ડ પહેલાંની પ્રોસેસ
સામાન્ય રીતે આ પ્રકારની અવૉર્ડ-સેરેમનીમાં નૉમિનેશન પછી દરેક ફિલ્મ-ડિરેક્ટર ફ્રેશ ઍક્ટર પાસે થૅન્ક્સ-ગિવિંગ સ્પીચ તૈયાર કરાવી લેતા હોય છે અને એનું પ્રૉપર રિહર્સલ પણ થતું હોય છે. જાનકી સાથે પણ એવું થયું હોવા છતાં તે સ્ટેજ પર ગઈ ત્યારે બ્લૅન્ક થઈ ગઈ અને પછી પ્રૉમ્પ્ટ-લેવલ પર જે મનમાં આવ્યું એ બધું તેણે બોલી નાખ્યું.

janki bodiwala bollywood bollywood news entertainment news iifa awards 2017 jaipur Shah Rukh Khan