ઇમરાનની લીડ ઍક્ટર તરીકેની કમબૅક ફિલ્મ અટવાઈ

07 February, 2026 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમરાનની કમબૅક ફિલ્મ ‘અધૂરે હમ અધૂરે તુમ’ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી

ઇમરાન ખાન

આમિર ખાનનો ભાણેજ ઇમરાન ખાન છેલ્લાં ૧૦ વર્ષથી પોતાના કમબૅકની રાહ જોઈ રહ્યો છે. તાજેતરમાં તે વીર દાસની લેટેસ્ટ ફિલ્મ ‘હૅપી પટેલ’માં નાનકડા રોલમાં જોવા મળ્યો હતો, પણ હજી તે લીડ ઍક્ટર તરીકે જોવા નથી મળ્યો. ગયા વર્ષે ઇમરાન ખાનની કમબૅક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મનું સંભવિત ટાઇટલ ‘અધૂરે હમ અધૂરે તુમ’ જણાવવામાં આવ્યું હતું અને એમાં લીડ ઍક્ટ્રેસ તરીકે ભૂમિ પેડણેકર કામ કરી રહી હતી. ઇમરાનની આ કમબૅક ફિલ્મ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી.

જોકે તાજેતરમાં નેટફ્લિક્સ દ્વારા ૨૯ અપકમિંગ ફિલ્મો, શો અને વેબ-સિરીઝની જાહેરાત કરવામાં આવી જેમાં ઇમરાન ખાનની આ ફિલ્મનું નામ સંપૂર્ણ રીતે ગાયબ રહ્યું છે. આ જાહેરાત પછી ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે ગયા વર્ષે જુલાઈ મહિનામાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ઑક્ટોબરમાં એનો ફાઇનલ કટ સોંપી દેવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ જે એક્ઝિક્યુટિવે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી એને હવે હટાવી દેવામાં આવ્યો છે અને આના કારણે ફિલ્મ હાલ અટવાઈ ગઈ છે.

imran khan bhumi pednekar upcoming movie entertainment news bollywood bollywood news netflix