✕

ઇમરાન ખાનની કમબૅક ફિલ્મ અધૂરે હમ અધૂરે તુમની રિલીઝ અટવાઈ?

18 October, 2026 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમરાન ખાનની આગામી ફિલ્મ ‘અધૂરે હમ અધૂરે તુમ’ની રિલીઝ પર સંકટનાં વાદળો ઘેરાયાં છે. આ ફિલ્મ પહેલાં નેટફ્લિક્સ પર ૧૮ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પણ હવે એની રિલીઝમાં ફેરફાર થઈ શકે છે એવી ચર્ચા છે.

ઇમરાન ખાનની આગામી ફિલ્મ ‘અધૂરે હમ અધૂરે તુમ’ની રિલીઝ પર સંકટનાં વાદળો ઘેરાયાં છે.

ઇમરાન ખાનની આગામી ફિલ્મ ‘અધૂરે હમ અધૂરે તુમ’ની રિલીઝ પર સંકટનાં વાદળો ઘેરાયાં છે. આ ફિલ્મ પહેલાં નેટફ્લિક્સ પર ૧૮ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પણ હવે એની રિલીઝમાં ફેરફાર થઈ શકે છે એવી ચર્ચા છે. હાલમાં ઇમરાનને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ મળી છે. આ પછી હવે તેની આ ફિલ્મના પ્રમોશન અને રિલીઝની યોજનાઓ પર ફરીથી વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે ફિલ્મની રિલીઝ મુલતવી રાખવા વિશે નિર્માતાઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે ફિલ્મની ટીમ હાલમાં ઇમરાનના મામલે સ્થિતિ સ્પષ્ટ થાય એની રાહ જોઈ રહી છે. અગાઉ દિવાળી બાદ ફિલ્મનું પ્રમોશન શરૂ કરવાની યોજના હતી, પણ હવે ટીમે પ્રમોશન શરૂ કરતાં પહેલાં થોડો સમય રાહ જોવાનો નિર્ણય લીધો છે.

imran khan bhumi pednekar netflix upcoming movie entertainment news bollywood news bollywood gossips bollywood