ઇમરાનની ‘ડિબુક’ થશે ઑનલાઇન રિલીઝ

25 September, 2021 01:46 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ મલયાલમ ‘એઝરા’ની હિન્દી રીમેક છે

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મીની સુપરનૅચરલ હૉરર ફિલ્મ ‘ડિબુક’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ મલયાલમ ‘એઝરા’ની હિન્દી રીમેક છે. તહેવારોની સીઝનમાં ઍમેઝૉન વિવિધ ફિલ્મોની હારમાળાને લઈને આવશે. તામિલ ફિલ્મ ‘ઉડાનપીરપ્પે’ પણ આ પ્લૅટફૉર્મ પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં શશીકુમાર અને જ્યોતિકા લીડ રોલમાં જોવા મળશે. સાથે જ પૃથ્વીરાજ સુકુમારનની ‘ભ્રમમ’ પણ રિલીઝ થવાની છે. તામિલ સ્ટાર સૂર્યાની ‘જય ભીમ’ પણ આ તહેવાર દરમ્યાન રિલીઝ થશે. ઇન્ડિયન ફિલ્મોની સાથે કેટલીક ઇન્ટરનૅશનલ ફિલ્મો પણ લોકોને આ પ્લૅટફૉર્મ પર જોવા મળવાની છે. ‘જસ્ટિન બીબર : અવર વર્લ્ડ’, ‘આઇ નો વૉટ યુ ડિડ લાસ્ટ સમર’, ‘ધ ગ્રીન નાઇટ’ અને ‘મૅરડોના : બ્લેસ્ડ ડ્રીમ’ પણ રિલીઝ થવાની છે.

entertainment news bollywood news imran hashmi